મોરબી જિલ્લા પંચાયતની કારોબારીમાં 10 લાખના કામોને મંજૂરી

- text


વાંકાનેર તાલુકામાં ત્રણ ગ્રામ પંચાયતો માટે નવીન પંચાયત ઘર બનાવવાના ટેન્ડર મંજુર કરાયા

મોરબી : મોરબી જિલ્લા પંચાયતની આજે મળેલી કારોબારી સમિતિની બેઠકમાં જિલ્લા પંચાયત ભવનના અન્ય કામો માટે રૂપિયા 10 લાખનો ખર્ચ મંજુર કરી સમિતિ દ્વારા વાંકાનેર તાલુકાની ત્રણ ગ્રામ પંચાયતો માટે નવીન પંચાયત ઘર નિર્માણ કરવાના ટેન્ડરને મંજૂરીની મહોર મારી હતી.

- text

મોરબી જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન જયંતીભાઈ ડી.પડસુંબિયાના અધ્યક્ષસ્થાને આજરોજ મળેલી કારોબારી બેઠકમાં જિલ્લા પંચાયત ભવનના અન્ય કામો માટે રૂપિયા 10 લાખનો ખર્ચ મંજુર કરવાની સાથે – સાથે વાંકાનેર તાલુકામાં ત્રણ ગામો માટે નવીન પંચાયત ઘર બનાવવાના પ્રોજેક્ટ ટેન્ડર મંજુર કરવામાં આવ્યા હતા. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી, લગત શાખાના અધિકારીઓ અને કારોબારી સમિતિના સભ્યો હાજર રહ્યા હતા.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text