મોરબી જિલ્લામાં પ્હાણી પત્રકની કામગીરી રેવન્યુ તલાટી અને ગ્રામ સેવકોને સોપાઈ

- text


મોરબી : મોરબી જિલ્લામાં પંચાયત તલાટીઓ વિવિધ પ્રશ્ને આંદોલન ચલાવી રહ્યા છે. જેને પગલે હાલ ખેતીની સિઝન હોય મગફળીના રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પણ ચાલુ હોય ગ્રામ્ય કક્ષાએ પ્હાણી પત્રક માટે લોકોને હાલાકી ભોગવવી પડે છે. આ સમસ્યા નિવારવા માટે જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીએ સંયુક્ત રીતે મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી જોગ પરિપત્ર બહાર પાડી પ્હાણી પત્રકની કામગીરી રેવન્યુ તલાટી અને ગ્રામ સેવકો પાસેથી કરાવવાનો આદેશ જાહેર કર્યો છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text