ધમાકેદાર ગુજરાતી ફિલ્મ “જસ્સું જોરદાર” ની ટીમ આજે મોરબીમાં : રાત્રે ફિલ્મનું પ્રમોશન

- text


ધમાકેદાર ગુજરાતી ફિલ્મ “જસ્સું જોરદાર” ની ટીમ આજે મોરબીમાં : રાત્રે ફિલ્મનું પ્રમોશન

જસ્સું જોરદાર” ફિલ્મની સ્ટાર કાસ્ટ સહિતની ટીમ આજે રાત્રે 10 વાગ્યે સ્કાય મોલ સિનેમા અને સાંજે 7-45 વાગ્યે કલબ-36 માં દર્શકો સાથે ફિલ્મ નિહાળશે, મોરબીવાસીઓને સ્ટાર કાસ્ટ સાથે ફિલ્મ જોવાનો સોનેરી અવસર

મોરબી : ધમાકેદાર ગુજરાતી ફિલ્મ જસ્સું જોરદાર 1 ઓક્ટોબરે રિલીઝ કરવામાં આવ્યું છે અને આ ગુજરાતી મુવી મોરબીના સ્કાય મોલ સહિતની સિનેમાઘરમાં દર્શાવવામાં આવી રહ્યું છે. ત્યારે “જસ્સું જોરદાર” ફિલ્મની સ્ટાર કાસ્ટ સહિતની ટીમ આજે મોરબીમાં પ્રમોશન માટે આવી રહી છે. જસ્સું જોરદાર” ફિલ્મની સ્ટાર કાસ્ટ સહિતની ટીમ આજે રાત્રે 10 વાગ્યે સ્કાય મોલ સિનેમા અને સાંજે 7-45 વાગ્યે કલબ-36 માં દર્શકો સાથે ફિલ્મ નિહાળશે.

ધમાકેદાર ગુજરાતી ફિલ્મ જસ્સુ જોરદાર ગત 1 ઓક્ટોબર 2021 ના રોજ રીલિઝ કરવામાં આવ્યું છે. શિવમ – જેમીન એન્ટરપ્રાઇઝ પ્રા. લિ. અને રામગોપાલ પ્રોડક્શન પ્રસ્તુત, ગુજરાતી ફિલ્મ જસ્સુ જોરદાર નામ પ્રમાણે જોરદાર છે. આ ફિલ્મમાં રોમાન્સ અને તંદુરસ્ત કોમેડીની ભારે જુગલબંધી છે. આ ફિલ્મનું શૂટિંગ રાજકોટ, મુંબઈ, ગોવા અને અન્ય વિવિધ સ્થળોએ કરવામાં આવ્યું છે. ફિલ્મનું શૂટિંગ ગયા વર્ષે કોરોના મહામારી દરમિયાન શરૂ થયું હતું. આ ફિલ્મમાં કુલદીપ ગૌર અને ભક્તિ કુબાવત મુખ્ય ભૂમિકામાં છે અને રૂષિકેશ ઇંગલે, સુપ્રિયા કુમારી, નિલેશ પંડ્યા, ટોપએફએમ તરફથી આરજે સલોની અને મનોજ જોશી તેમના દમદાર અભિનયથી દર્શકોને મંત્રમુગ્ધ કરશે. ફિલ્મનું સંગીત દાનિશ સાબરીએ આપ્યું છે અને ગીતો સૂરજ ચૌહાણ અને અર્પિતાએ તેમના મધુર અવાજો સાથે ગાયા છે. ફિલ્મના સંવાદો બોલીવુડના પ્રખ્યાત લેખક બંટી રાઠોડે લખ્યા છે.ફિલ્મના નિર્દેશક રાજન આર વર્મા, નિર્માતા શોભના ભૂપત બોદર, સહ નિર્માતા વૃંદા બ્રહ્મભટ્ટ છે.

જસ્સું જોરદાર ફિલ્મમાં શાનદાર અભિનય આપનાર અભિનેત્રી ભક્તિ કુબાવત, જાણીતા એકટર કુલદીપ ગૌર, આ ફિલ્મના ડાયરેક્ટર રાજન વર્મા ટીમ આજે પ્રમોશન માટે મોરબી આવી રહી છે. આ ફિલ્મમાં જોરદાર અભિનય આપનાર સુવિખ્યાત અભિનેત્રી ભક્તિ કુબાવત, જાણીતા એકટર કુલદીપ ગૌર, આ ફિલ્મના ડાયરેક્ટર રાજન વર્મા આજે સાંજે મોરબી આવી પહોંચશે અને સ્કાય મોલ સિનેમામાં આ ફિલ્મનો રાત્રીનો 10 વાગ્યાનો શો તેમજ કલબ 36 માં સાંજે 7-45 વાગ્યાનો શો અભિનેત્રી ભક્તિ કુબાવત, જાણીતા એકટર કુલદીપ ગૌર, આ ફિલ્મના ડાયરેક્ટર રાજન વર્મા દર્શકો સાથે નિહાળશે.તેમજ દર્શકો સાથે વાર્તાલાપ પણ કરશે. જ્યારે રાત્રીના 9 વાગ્યાની આસપાસ સ્કાય મોલ ખાતે ફિલ્મનું પ્રમોશન કરશે.

- text

- text