મંત્રી બન્યા બાદ મેરજાનું પ્રથમ વખત મોરબીમાં આગમન : ભાજપ આગેવાનો દ્વારા ભવ્ય સ્વાગત

- text


મોરબી જિલ્લામાં રાજ્યકક્ષાના મંત્રી બ્રિજેશ મેરજાની જન આર્શીવાદ યાત્રા નીકળી

મોરબી : મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજા રાજ્યકક્ષાના મંત્રી બન્યા બાદ પ્રથમ વખત મોરબી જિલ્લાના પ્રવાસે આવ્યા છે. આથી તેમના અભિવાદન માટે ભાજપ દ્વારા જન આર્શીવાદ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ યાત્રા હળવદના ચરાડવા ખાતેથી આજે નીકળ્યા બાદ ઠેરઠેર રાજયમંત્રી બ્રિજેશ મેરજાનું અભિવાદન કરવામાં આવ્યું હતું.

આજે મોરબી જિલ્લામાં આવેલા રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાની જન આશીર્વાદ યાત્રા હળવદના ચરાડવા ખાતે મહાકાળી માતાજીના દર્શન કરીને નીકળી હતી. યાત્રા મોરબીના નીચી માંડલ ગામે પહોંચતા સાંસદ મોહનભાઇ કુંડારિયા સહિતના આગેવાનોએ સ્વાગત કર્યું હતું. મહેન્દ્રનગર ચોકડી ખાતે જિલ્લા પંચાયતના ઈન્ચાર્જ પ્રમુખ જાનકીબેન કૈલા, જીજ્ઞેશભાઈ કૈલા તથા ભાજપના આગેવાનોએ બ્રિજેશ મેરજાને ઘોડા ઉપર બેસાડીને ભવ્ય સ્વાગત કર્યું હતું અને દિવ્યાંગોએ પણ અભિવાદન કર્યું હતું. બેલા, જેતપર ગામે જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરીયાએ સહિતના આગેવાનોએ સ્વાગત કર્યું હતું.આ યાત્રા અણિયારી ચોકડી, માળીયા મોટાભેલા ચમનપર, વવાણીયા પહોંચીને ત્યાં મેરજાએ શ્રીમદ રાજચંદ્ર મંદિર અને રામબાઈ માતાજીના દર્શન કર્યા હતા.

માળીયાના મોટા દહીંસરા થઈને સાંજે મેરજાની જન આશીર્વાદ યાત્રા મોરબી પહોંચશે અને મોરબીમાં ઠેરઠેર યાત્રા ફરીને વોર્ડ વાઇઝ પાલિકાના ચેરમેન, સદસ્યો, અગ્રણીઓ સહિતના દ્વારા સ્વાગત કરાશે.આ યાત્રા મહારાણા પ્રતાપ સર્કલથી શરૂ થઈ શહેરના મુખ્યમાર્ગો ઉપર ફરશે.આ યાત્રા દરમિયાન જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, સાંસદ મોહન કુંડારિયા, મહામંત્રી જયુંભા જાડેજા, ઉપપ્રમુખ કાજલબેન ચંડીભમર, મંજુલાબેન દેત્રોજા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. જ્યારે મેરજાએ બેલા ગામે ચાલી રહેલા ધાર્મિક કાર્યક્રમમાં પહોંચીને આશીર્વાદ મેળવ્યા હતા. આ તકે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text