હોદા વગર પણ આમંત્રણ મળ્યાનો આનંદ છે : નીતિનભાઈ પટેલનું મોરબીમાં માર્મિક નિવેદન

- text


મોરબી : મોરબીના ખોખરા હનુમાન ધામ ખાતે અકજે સંસ્કૃત અને વેદ વિદ્યાલયના ઉદઘાટન પ્રસંગે આવેલા રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે પત્રકારો સાથેની વાતચીતમાં પોતાની પાસે હવે હોદો ન હોવા છતાં તેમને અહીં પધારવા આમંત્રણ મળ્યું એનો અનેરો આનંદ હોવાનો ભાવ વ્યક્ત કરી પોતે સરકારમાં હતા ત્યારે કરેલા કામો અંગે વાતો કરી પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, વર્તમાન મંત્રી બ્રિજેશભાઈ મેરજા, સાંસદ મોહનભાઈ કુંડારિયા સહિતના મહાનુભાવો વચ્ચે ઉપસ્થિત રહ્યાનો આનંદ વ્યક્ત કર્યો હતો.

મોરબીના ભરતનગર નજીક આવેલ ખોખરા હનુમાન હરિહરધામમાં કનકેશ્વરી દેવીના સાનિધ્યમાં કેશવાનંદ બાપુ વેદ વિદ્યાલય અને સદગુરુ સંસ્કૃત મહાવિદ્યાલય તથા ગુરુકુળનો આજરોજ રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, સાંસદ મોહનભાઇ કુંડારીયા, મંત્રી બ્રિજેશભાઈ મેરજા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ઉદ્દઘાટન સમારોહ યોજવામાં આવ્યો હતો.

ઉદઘાટન સમારોહ બાદ રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે હસતા મોઢે કહ્યું હતું કે આજે મારી પાસે કોઈ હોદ્દો નથી છતાં જે ઉમળકા ભર્યા ભાવથી મને અહીં આવવા આમંત્રણ મળ્યું તે ખુશીની વાત છે તેમ કહી ખોખરા હનુમાન ધામ અને પૂજ્ય કાનકેશ્વરી દેવી સાથેના આત્મીય સંબંધો યાદ કરી જૂનાગઢ અને મોરબીના કામો તેમના કાર્યકાળમાં મંજુર કરાવ્યાનો ગર્વ લીધો હતો.

આ સાથે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પોતાના વક્તવ્યમાં “નાણે નાથાલાલ અને નાણાં વગર નાથિયો” કેહવાતનો ઉલ્લેખ કરી અમે બધા અત્યારે નાથીયા જેવા થઈ ગયાનું જણાવ્યું હતું.

આ સમારોહમાં વિશેષ અતિથિ તરીકે ભાજપ ઇન્દોરના મહાસચિવ કૈલાશ વિજયવર્ગીય, રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારીયા, રાજ્યમંત્રી બ્રિજેશ મેરજા, , મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઇ અમૃતિયા, મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતીભાઈ પટેલ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text