સ્વીફ્ટ કારમાં ડમડમ હાલતમાં નીકળેલ ત્રણ શખ્સો પાસેથી દારૂની 7 બોટલ કબ્જે

- text


ત્રાજપર ચોકડી નજીક પોલીસે દારૂડિયાઓને પકડી બુટલેગરનું નામ ખોલાવ્યું

મોરબી : મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ત્રાજપર ચોકડી નજીક પસાર થઈ રહેલ સ્વીફ્ટ કારને અટકાવી તલાસી લેતા ત્રણ નશાખોર શખ્સો ડમડમ હાલતમાં સાત બોટલ વિદેશી દારૂ સાથે ઝડપાઇ ગયા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ સીટી બી ડિવિઝન પોલીસે ત્રાજપર ચોકડી નજીક વાહન ચેકીંગ દરમિયાન સ્વીફ્ટ કારમાં નીકળેલા રવિભાઇ નિલેષભાઇ વરાણીયા, હિતેષભાઇ ભુપતભાઇ ડાભી, સાગરભાઇ રમેશભાઇ અદગામા નામના શખ્સો દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યા હતા અને કારની તલાસી લેતા કારમાંથી 7 બોટલ વિદેશી દારૂ કિંમત રૂ.2625 સાથે ઝડપાઇ જતા પોલીસે કાર સહિત આરોપીઓને અટકાયતમાં લીધા હતા.

વધુમાં પોલીસ પૂછપરછમાં ત્રણેય આરોપીઓએ દારૂનો આ જથ્થો રવિભાઇ રમેશભાઇ વિંજવાડીયા પાસેથી મેળવ્યો હોવાનું કબૂલાત પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

- text