વાંકાનેરના જામસર નજીક પાંચ બોટલ દારૂ સાથે એક ઝડપાયો

- text


વાંકાનેરના જામસર નજીક પાંચ બોટલ દારૂ સાથે એક ઝડપાયો

વાંકાનેર : વાંકાનેર તાલુકાના જામસરથી વરડુસર જવાના રસ્તે મોટર સાયકલમાં દારૂની હેરફેર કરતા શખ્સને તાલુકા પોલીસે પાંચ બોટલ દારૂ સાથે ઝડપી લઈ દારૂ સપ્લાયરનું નામ ખોલવામાં સફળતા મેળવી છે.

વાંકાનેરના જામસરથી વરડુસર વચ્ચે મોટર સાયકલ ઉપર પાંચ બોટલ દારૂ લઈને નીકળેલા બેચરભાઇ જાદુભાઇ સરાવાડીયા, ઉ.વ-૨૫ રહે-મકતાનપર વાળાને ઝડપી લઈ પોલીસે રૂ.30 હજારનું મોટર સાયકલ અને 1875નો દારૂ મળી કુલ રૂ.31875નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

- text

વધુમાં પોલીસના હાથે ઝડપાયેલા આરોપીઓએ દારૂનો આ જથ્થો સીંધાભાઇ કરમસીભાઇ કોળી રહે-મકતાનપર વાળા પાસેથી મેળવ્યો હોવાની કબૂલાત આપતા પોલીસે બન્ને આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

- text