ધોળા દિવસે લૂંટનો કેસ : બનાવનો ભેદ ઉકેલવા પોલીસની 8 ટિમો કામે લાગી, હજુ તપાસ ઠેરની ઠેર

- text


પોલીસે આ કેસને લૂંટ નહિ પણ લૂંટની કોશિશ તરીકે ગણ્યો : હજુ સુધી રકમ અંગે કોઈ વિગત જાહેર નથી કરાઈ 

આરોપીઓના કોઈ સગડ નહિ

મોરબી : મોરબીમાં ગઈકાલે ધોળે દિવસે બંદૂકના નાળચે લૂંટનો બનાવ બન્યો તેનો ભેદ ઉકેલવા પોલીસની 8 ટિમો કામે લાગી છે. બનાવને એક દિવસ વીત્યો છતાં હજુ તપાસ ઠેરની ઠેર રહી છે. બીજી તરફ પોલીસે આ કેસ એ લૂંટ નહિ પણ લૂંટની કોશિશ તરીકે ગણ્યો છે. હજુ સુધી રકમ સબંધીત કોઈ વિગત પણ જાહેર કરાઈ નથી.

મોરબીના રવાપર રોડ ઉપર લીલાલહેર પાસે ગઈકાલે બાઇક ઉપર આવેલ બે શખ્સોએ વસંતભાઈ ગંગારામભાઈ બાવરવા નામના આંગડિયા પેઢીના કર્મચારીને આંતરી બંદૂકના નાળચે રોકડ લૂંટવા પ્રયાસ કર્યા બાદ અને જાગૃત નાગરિકોએ પ્રતિકાર કરતા બન્ને શખ્સ નંબર પ્લેટ વગરના મોટર સાયકલમાં લૂંટ ચલાવીને નાસી છૂટ્યા હતા. આ બનાવમાં ભોગ બનનાર ઈજાગ્રસ્ત થતા હાલ તે સારવારમાં છે.

- text

લૂંટના આ ગંભીર બનાવનો ભેદ ઉકેલવા પોલીસે 8 ટિમો બનાવીને તપાસનો ધમધમાટ ચલાવ્યો છે. બનાવને એક દિવસ વીત્યો છતાં હજુ પોલીસ તપાસ ઠેરની ઠેર છે. હજુ સુધી આરોપીઓના કોઇ સગડ મળ્યા નથી. ડીવાયએસપીએ આ કેસ લૂંટ નહિ પણ લૂંટની કોશિશનો ગણાવ્યો છે. વધુમાં હજુ સુધી ફરિયાદી પાસે કેટલા રૂપિયા હતા અને આરોપી કેટલા રૂપિયા લઈ ગયા તે સામે આવ્યું નથી.

 


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text