મોરબી જિલ્લામાં કાલે ગુરુવારે 128 સ્થળોએ વેકસીનેશન, 10 હજાર ડોઝ ફાળવાયા

- text


મોરબી : મોરબી જિલ્લામાં હવે કોરોના વેકસીનેશનમાં તેજ રફતાર આવી છે. જો કે આજે બુધવારે વેકસીનેશનમાં રજા હોય આવતીકાલે ગુરુવારે મોરબી જિલ્લાના 128 સ્થળોએ વેકસીનેશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ 128 સ્થળોએ વેકસીનેશન માટે કુલ 10 હજાર ડોઝ ફાળવાયા છે.

મોરબી જિલ્લામાં અગાઉ વડાપ્રધાન મોદીના જન્મદિવસે રેકોર્ડ બ્રેક વેકસીનેશન કર્યા બાદ વેકસીનેશનની ઝડપ વધારી દેવામાં આવી છે અને જેમ બને તેમ વ્હેલાસર મોરબી જિલ્લામાં 100 ટકા વેકસીનેશન થાય તેવા અથાક પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જો કે હવે ડોઝની રામાયણ બંધ થઈ હોવાથી વેકસીનેશનમાં સ્થળો પણ વધારી દેવામાં આવ્યા છે. આથી હવે વેકસીનેશન વારો ન આવવાની માથાકૂટ પણ ટળી છે. ત્યારે પુરજોશમાં ચાલી રહેલા વેકસીનેશન સંદર્ભે મોરબી જિલ્લામાં આવતીકાલે ગુરુવારે 128 સ્થળોએ વેકસીનેશનની પ્રક્રિયા હાથ ધરાશે. આ 128 સ્થળોએ વેકસીનેશન માટે કુલ 10 હજાર ડોઝ ફાળવાયા છે.

- text

 


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text