MCX ડેઈલી રિપોર્ટ : ક્રૂડ તેલ, મેન્થા તેલ, રબરમાં સીમિત ઘટાડો

- text


સીપીઓ, કપાસમાં વૃદ્ધિ : સોના-ચાંદીના વાયદાના ભાવમાં સામસામા રાહ

બુલડેક્સ ફ્યુચર્સમાં 70 પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં 88 પોઈન્ટની મૂવમેન્ટ 

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં બુધવારે પ્રથમ સત્ર સુધીમાં 1,53,246 સોદાઓમાં કુલ રૂ.13,468.26 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના વાયદાઓમાં સામસામા રાહ હતા. સોનાનો વાયદો 10 ગ્રામદીઠ રૂ.98 વધવા સામે ચાંદીનો વાયદો કિલોદીઠ રૂ.472 ઘટ્યો હતો. બિનલોહ ધાતુઓમાં મિશ્ર વલણ હતું. એલ્યુમિનિયમ અને જસતમાં વૃદ્ધિ સામે તાંબુ, નિકલ અને સીસું ઢીલાં હતાં.

એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને નેચરલ ગેસ ઘટી આવ્યા હતા. કૃષિ કોમોડિટીઝમાં રૂ (કોટન)માં 42,450 ગાંસડીના વોલ્યુમ સાથે વાયદાના ભાવમાં ગાંસડીદીઠ રૂ.1,150નો ઉછાળો આવ્યો હતો. મેન્થા તેલ અને રબરમાં સીમિત ઘટાડા સામે સીપીઓ અને કપાસમાં સુધારો વાયદાના ભાવમાં થયો હતો. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના ઓક્ટોબર વાયદામાં 70 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના ઓક્ટોબર વાયદામાં 88 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ ખાતે 28,045 સોદાઓમાં રૂ.2,177.94 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું, જ્યારે પ્રીમિયમ રૂ.48.98 કરોડનું થયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.92.44 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.32.28 કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.2,050.04 કરોડનાં કામકાજ થયાં હતાં.

કીમતી ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે સોના-ચાંદીમાં 65,949 સોદાઓમાં કુલ રૂ.5,117.92 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.45,963ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.45,980 અને નીચામાં રૂ.45,760 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.98 વધી રૂ.45,951ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.821 વધી રૂ.37,698 અને ગોલ્ડ-પેટલ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.107 વધી રૂ.4,693ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

સોનું-મિની ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ રૂ.45,842ના ભાવે ખૂલી, રૂ.105 વધી રૂ.45,924ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.60,555 દિવસ દરમિયાન ઉપરમાં રૂ.60,629 અને નીચામાં રૂ.59,905 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.472 ઘટી રૂ.59,992 બોલાઈ રહ્યો હતો. ચાંદી-માઈક્રો નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.426 ઘટી રૂ.60,279 અને ચાંદી-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.426 ઘટી રૂ.60,268 બોલાઈ રહ્યો હતો.

બિનલોહ ધાતુઓમાં એમસીએક્સ ખાતે 10,613 સોદાઓમાં રૂ.1,899.12 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1.40 વધી રૂ.234.05 અને જસત સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.70 વધી રૂ.269ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે તાંબુ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.3.20 ઘટી રૂ.712.70 અને નિકલ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.4.1 ઘટી રૂ.1,441.10 તેમ જ સીસું સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.20 ઘટી રૂ.192ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

એનર્જી સેગમેન્ટમાં એમસીએક્સ પર 44,624 સોદાઓમાં કુલ રૂ.3,830.90 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ઓક્ટોબર વાયદો સત્રની શરૂઆતમાં રૂ.5,551ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.5,568 અને નીચામાં રૂ.5,474 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.27 ઘટી રૂ.5,560 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ ઓક્ટોબર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.1.10 ઘટી રૂ.429.40 બોલાઈ રહ્યો હતો.

- text

કૃષિ કોમોડિટીઝમાં એમસીએક્સ ખાતે 2,742 સોદાઓમાં રૂ.337.16 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.1,484ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1511 અને નીચામાં રૂ.1484 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.18.50 વધી રૂ.1,500 બોલાઈ રહ્યો હતો. આ સામે રબર ઓક્ટોબર વાયદો 100 કિલોદીઠ રૂ.16,900ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.16,981 અને નીચામાં રૂ.16,775 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.162 ઘટી રૂ.16,872ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

સીપીઓ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 10 કિલોદીઠ રૂ.1,133.70ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1140 અને નીચામાં રૂ.1133 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.3.90 વધી રૂ.1138 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.0.80 ઘટી રૂ.934.40 અને કોટન ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.1,150 વધી રૂ.28,600 બોલાઈ રહ્યો હતો.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ ખાતે કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 16,882 સોદાઓમાં રૂ.3,408.18 કરોડનાં 7,414.799 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 49,067 સોદાઓમાં કુલ રૂ.1,709.74 કરોડનાં 283.670 ટનના વેપાર થયા હતા. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમના વાયદાઓમાં રૂ.267.22 કરોડનાં 11,435 ટન, જસતના વાયદાઓમાં રૂ.196.90 કરોડનાં 7,580 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.725.40 કરોડનાં 10,152.500 ટન, નિકલના વાયદાઓમાં રૂ.603.63 કરોડનાં 4,231.500 ટન અને સીસું કોન્ટ્રેક્ટ્સમાં રૂ.105.97 કરોડનાં 5,755 ટનનાં કામકાજ થયાં હતાં.

એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 15,412 સોદાઓમાં રૂ.1,230.14 કરોડનાં 22,27,800 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 29,212 સોદાઓમાં રૂ.2,600.76 કરોડનાં 6,03,96,250 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 12 સોદાઓમાં રૂ.0.39 કરોડનાં 52 ટન અને કોટનના વાયદાઓમાં 1,391 સોદાઓમાં રૂ.118.44 કરોડનાં 42450 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 55 સોદાઓમાં રૂ.2.36 કરોડનાં 25.2 ટન, રબરના વાયદાઓમાં 23 સોદાઓમાં રૂ.0.39 કરોડનાં 23 ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 1,261 સોદાઓમાં રૂ.215.58 કરોડનાં 19,170 ટનનાં કામકાજ થયાં હતાં.

ઓપન ઈન્ટરેસ્ટ એમસીએક્સ ખાતે પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 17,548.650 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 692.046 ટન, એલ્યુમિનિયમમાં 14,600 ટન, જસત વાયદામાં 8,105 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં 10,602.500 ટન, નિકલ વાયદામાં 2,992.500 ટન, સીસું કોન્ટ્રેક્ટ્સમાં 5,630 ટન, ક્રૂડ તેલમાં 8,22,400 બેરલ અને નેચરલ ગેસમાં 1,17,03,750 એમએમબીટીયૂ તેમ જ કપાસમાં 200 ટન, કોટનમાં 70850 ગાંસડી, મેન્થા તેલમાં 493.2 ટન, રબરમાં 73 ટન, સીપીઓમાં 70,380 ટનના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, પ્રથમ સત્ર સુધીમાં એમસીએક્સ ખાતે 1,273 સોદાઓમાં રૂ.105.22 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 601 સોદાઓમાં રૂ.44 કરોડનાં 642 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 672 સોદાઓમાં રૂ.61.22 કરોડનાં 758 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 2,364 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 1,002 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ ઓક્ટોબર વાયદો 13,728ના સ્તરે ખૂલી, ઊપરમાં 13,735 અને નીચામાં 13,665ના સ્તરને સ્પર્શી, 70 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 11 પોઈન્ટ વધી 13,716ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ ઓક્ટોબર વાયદો 16,187ના સ્તરે ખૂલી, 88 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 25 પોઈન્ટ ઘટી 16,142ના સ્તરે પહોંચ્યો હતો.

 


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text