મોરબી જિલ્લાના 8 ડેમોમાં પાણીની આવક, 4 ડેમ ઓવરફ્લો

- text


મોરબીની જીવાદોરી સમાન મચ્છુ-2 ડેમમાં 1906 MCFT પાણીનો સંગ્રહ થયો, આગામી 272 દિવસ હવે પાણીની કોઈ ચિંતા નહિ

હળવદ તાલુકાના બ્રાહ્મણી-1 અને બ્રાહ્મણી-2 ડેમમાં પાણીની કોઈ આવક નહિ

મોરબી : મોરબી જિલ્લા સહિત સૌરાષ્ટ્રભરમાં આજે વરસાદી વાતાવરણ રહ્યું છે. જિલ્લાના ડેમોના ઉપરવાસમાં સારો એવો વરસાદ પડ્યો હોય જિલ્લાના 8 ડેમોમાં પાણીની આવક નોંધાઇ છે. જ્યારે 4 ડેમ ઓવરફ્લો થયા છે. બીજી તરફ મોરબીની જીવાદોરી સમાન મચ્છુ-2 ડેમમાં 1906 MCFT પાણીનો સંગ્રહ થયો છે. એટલે ડેમમાં 272 દિવસ ચાલે તેટલું પાણી સંગ્રહ થયું છે.

મોરબી જિલ્લાના 10 પૈકી 8 ડેમોમાં નવા નિરની આવક નોંધાઇ છે. જેમાં મચ્છુ-1 ડેમમાં 10038 ક્યુસેક પાણીની આવક થઈ છે. જેથી ડેમમાં પાણીનો જથ્થો 2349 MCFT થતા ડેમ ઓવરફ્લો થયો છે. મચ્છુ-2 ડેમમાં 3030 ક્યુસેક પાણીની આવક નોંધાઇ છે. જેથી ડેમમાં પાણીનો જથ્થો 1906 MCFT થયો છે. આ ડેમ મોરબીની જીવાદોરી સમાન છે. મોરબીની દૈનિક જરૂરિયાત 7 MCFT હોય આ ડેમમાં 272 દિવસ ચાલે તેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ થયો છે.

- text

મચ્છુ-3 ડેમમાં 150 ક્યુસેક પાણીની આવક થઈ છે. જેથી ડેમમાં 208 MCFT પાણીનો જથ્થો થયો છે. જેના કારણે 1 દરવાજો 2 ઇંચ જેટલો ખોલવામાં આવ્યો છે. ડેમી-1 ડેમમાં 2648 ક્યુસેક પાણીની આવક થઈ છે. જેથી ડેમનો કુલ જથ્થો 780 MCFT થયો છે. આ ડેમ 0.15 મીટરથી ઓવરફ્લો થયો છે. ડેમી-2 ડેમમાં 1487 ક્યુસેક પાણીની આવક થઈ છે. જેથી ડેમનો કુલ જથ્થો 548 MCFT થતા ડેમ 80 ટકા જેટલો ભરાઈ ગયો છે. ડેમી-3 ડેમમાં 264 ક્યુસેક પાણીની આવક થઈ છે. જેથી ડેમનો કુલ જથ્થો 292 MCFT થયો છે.

આ સાથે બંગાવડી ડેમમાં 282 ક્યુસેક પાણીની આવક થઈ છે. જેથી ડેમમાં કુલ જથ્થો 126 MCFT થતા ડેમ 0.05 મીટરથી ઓવરફ્લો થયો છે. ઘોડાધ્રોઇ ડેમમાં 110 ક્યુસેક પાણીની આવક થઈ છે. જેથી ડેમનો કુલ જથ્થો 142 MCFT થયો છે. જ્યારે બ્રાહ્મણી-1, બ્રાહ્મણી-2 અને ઘોડાધ્રોઇ ડેમમાં હાલ પાણી કોઈ આવક થઈ નથી.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text