મચ્છુ-1 ડેમ ઓવરફ્લો : 24 ગામોને એલર્ટ કરાયા

- text


ડેમમાં 10,038 ક્યુસેક પાણીની જંગી આવક

વાંકાનેર : ઉપરવાસમાંથી થયેલી પાણીની ભારે આવકને કારણે મચ્છુ-1 ડેમ ઓવરફ્લો થયો છે. જેને પગલે વાંકાનેર તાલુકાના 20 અને મોરબી તાલુકાના 4 ગામ મળી કુલ 24 ગામોને સતર્ક રહેવાની સૂચના આપવામાં આવી છે.

વાંકાનેર તાલુકાના જાલસિકા ગામે આવેલ મચ્છુ-1 ડેમમાં આજે ઉપરવાસમાંથી પાણીની પુષ્કળ પ્રમાણમાં આવક થઈ છે. જેને પગલે પાણી ડેમની સપાટી જેટલું 135.33 મીટરે પહોંચ્યું છે. ડેમમાં હાલ 10,038 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જેના પગલે ડેમમાં તેની સંગ્રહ ક્ષમતા જેટલો 68,951 mcft પાણીનો જથ્થો એકત્ર થયો છે. ડેમ હાલ ઓવરફ્લો થયો હોવાનું મચ્છુ-1 સિંચાઈ યોજનાના સેક્સન ઓફિસર દ્વારા જાહેર કરી દેવામાં આવ્યું છે.

- text

જેને પગલે વાંકાનેર તાલુકાના હોલમઢ, જાલસિકા, વાંકાનેર શહેર, મહિકા, કોઠી, ગારીયા, જોધપર, પાજ, રસિકગઢ, લૂણસરિયા, કેરાળા, હસનપર, પંચાસર, વઘાસિયા, રાતીદેવડી, વાંકીયા, રાણેકપર, પંચાસીયા, ઢુંવા, ધમલપર અને મોરબી તાલુકાના અદેપર, મકનસર, લખધીરનગર અને લીલાપર ગામબે એલર્ટ કરવામાં આવ્યા છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text