મોરબીના વિદ્યાર્થીઓ જવાહર નવોદય વિદ્યાલયની પરિક્ષામાં ઉતીર્ણ થતાં કેન્દ્ર સરકાર તરફથી લાભો મેળવશે

- text


મોરબી : મોરબી જિલ્લાના અનેક ગામોના વિદ્યાર્થીઓ જવાહર નવોદય વિદ્યાલય દ્વારા લેવાતી સિલેક્શન ટેસ્ટમાં ઉતીર્ણ થયા છે. ઉલ્લેખનીય છે કે દર વર્ષે જવાહર નવોદય વિદ્યાલય દ્વારા ધોરણ 6 માટેની પ્રવેશ પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે. આ પરીક્ષા ધોરણ 5માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ આપી શકે છે. આ પરીક્ષામાં પોતાનું સંતાન પાસ થાય તેવું દરેક વાલી ઇચ્છતા હોય છે. આ પરીક્ષા ઉત્તીર્ણ કરનારને કેન્દ્ર સરકાર તરફથી જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ 6થી 12 સુધી ગુણવત્તાયુક્ત શિક્ષણ પોષણયુક્ત ભોજન તેમજ હોસ્ટેલની સુવિધા તદ્દન ફ્રી હોય છે.

આ વર્ષે લેવાયેલી જવાહર નવોદય વિદ્યાલયની પ્રવેશ પરીક્ષામાં જસાપર ગામની શુક્રમણી પ્રાથમિક શાળાના બે વિદ્યાર્થીઓ બોરીચા ધાર્મિક રમેશભાઈ અને કાનગડ ખુશાલી પ્રકાશભાઈ ઉત્તીર્ણ થયા છે. જવાહર નવોદયની પરીક્ષામાં ઉજ્જવળ દેખાવ કરીને બંને વિદ્યાર્થીઓએ ગામ અને પ્રાથમિક શાળાનું ગૌરવ વધાર્યું છે. આ તકે શાળાના આચાર્ય અશ્વિનભાઈ આહીર એ ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓને તેમજ શાળાના સ્ટાફને અભિનંદન અને શુભેચ્છા પાઠવેલ છે.વધુમાં, મોરબી તાલુકાના કાંતિપુર ગામમાં રહેતા ઇંગ્લિશ મીડિયમ ધો. 5 હર્ષ હિતેશભાઈ થોરિયાએ પણ પરિક્ષા ઉતીર્ણ કરી હતી. તેમજ માળિયા મિયાણા તાલુકાના મોટા દહીંસરા કન્યા પ્રાથમિક શાળાના ત્રણ વિદ્યાર્થીઓ મિયાત્રા તન્વી સુરેશભાઈ, મિયાત્રા માધવ હરદેવભાઈ અને ચાવડા ગ્રીસા રણધીરભાઈ જવાહર નવોદય વિદ્યાલયની પ્રવેશ પરીક્ષામાં ઉતીર્ણ થતાં અભિનંદન પાઠવ્યા છે.

માળિયા મીયાણા તાલુકાના મોટાભેલા ગામમાં રહેતા મુકેશભાઇ કાન્તીલાલભાઇ પરમારની પુત્રી આસ્થા ધો. 6માં અભ્યાસ કરે છે. જે મોરબીના જવાહર નવોદય વિદ્યાલય આયોજિત સિલેક્શન પરિક્ષામાં ઉતીર્ણ થતાં પરિવારજનોએ તેને અભિનંદન પાઠવ્યા છે.

- text

આ ઉપરાંત, માળિયા મિયાણા તાલુકાના અર્જુનનગર પ્રાથમિક શાળામાં ધો. 5માં અભ્યાસ કરતી જૈનીશા નરેશભાઈ ધ્રાંગ્રા જવાહર નવોદય વિદ્યાલયની સિલેક્શન પરિક્ષામાં ઉતીર્ણ થયા હતા.મોરબી જિલ્લાના વાંકડા ગામની સરકારી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ઘોડાસરા યુગ જીતેન્દ્રભાઈ અને પાડલીયા રેનસી દેવેન્દ્રભાઈ એ તાજેતરમાં લેવામાં આવેલ જવાહર નવોદય વિદ્યાલયની પરીક્ષા પાસ કરી વાંકડા પ્રાથમિક શાળા તેમજ ગામનું નામ રોશન કરી સરકારી શાળાના શિક્ષકોની મહેનત રંગ લાવી એ બદલ ગામજનોએ સ્ટાફને અભિનંદન પાઠવ્યા છે.વધુમાં, આ વર્ષે જવાહર નવોદય વિદ્યાલયની પ્રવેશ પરીક્ષામાં મોટીબરાર ગામની રત્નમણી પ્રાથમિક શાળાનો વિદ્યાર્થી બોચિયા અક્ષય કાનજીભાઈ ઉત્તીર્ણ થયો છે. જવાહર નવોદયની પરીક્ષામાં ઉજ્જવળ દેખાવ કરીને પોતાના માતા-પિતા, ગામ અને પ્રાથમિક શાળાનું ગૌરવ વધાર્યું છે. તે બદલ શાળાના આચાર્ય નિલેશભાઈ રાજપરા તેમજ શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા હતા.

જ્યારે મુળ દાહોદના કાનપુર ગામના વતની કમલેશભાઈ ખેતર વાવવા માટે માદરે વતન છોડી જબુલપર ખાતે આવ્યા છે અને એને સંતાનમાં એક જ દિકરી છે, જેને અક્ષરજ્ઞાન અપાવવા જબલપુર પ્રાથમિક શાળામાં અભ્યાસ માટે મુકી હતી. ડામોર યોગેશ્વરીના માતા નિશાબેન ધોરણ 10 ભણેલા છે અને પિતા મેટ્રીક પાસ છે. જેથી, તેઓ અભ્યાસની ભુખને ભલીભાતી જાણે છે. ત્યારે સમાજને ઉતમ ઉદાહરણ રૂપ ડામોર યોગેશ્વરી એ ધોરણ 6 કક્ષાએ અઘરી ગણાતી જવાહર નવોદય પરીક્ષા પાસ કરતા શાળા પરિવાર અને ગામ આખામાં ખુશીની લહેર છવાઈ છે.

આ ઉપરાંત, શાળાના ફુલતરીયા આદિત્ય અને ભાલોડિયા યશ એ પણ આ મુકામ હાંસિલ કરી બતાવ્યું છે. હવે આગામી અભ્યાસ માટે કયા કેન્દ્રમાં પસંદગી થાય છે, એની વાટ આ ભુલકાઓ જોઈ રહ્યા છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text