ટંકારાની ડેમી નદીમાં બાઈક તણાયુ : યુવાનનો જીવ માંડ બચ્યો

- text


ડેમી – 1 જળાશયમાં પાણીની ધીંગી આવકથી અમરાપર – ટોળ – ટંકારા વચ્ચેનો માર્ગ બંધ

ટંકારા : ટંકારા પંથકમાં અને ઉપરવાસમાં વરસી રહેલા વરસાદને કારણે ડેમી નદીમાં પુર ઘૂઘવાટા મારી રહ્યું છે ત્યારે આજે પુરના પ્રવાહમાં બાઈક નાખવાનું જોખમ ખેડનાર યુવાનનો જીવ માંડ બચ્યો હતો. જો કે આ યુવાનનું બાઈક પુરના પ્રવાહમાં તણાઈ ગયું હતું.

ટંકારા અને અમરાપર – ટોળને જોડતા માર્ગ ઉપર ટંકારાની ભાગોળે ડેમી નદીનો બેઠો પુલ બનાવવામાં આવ્યો છે. છેલ્લા 25 વર્ષથી આ પુલ જોખમી બન્યો છે અને વરસાદના સમયે ડેમી નદીમાં પુર આવ્યા બાદ બબ્બે દિવસ સુધી પુરના પાણી ઓસરતા ન હોય ટંકારાથી અમરાપર વચ્ચેનો માર્ગ સદંતર પણે બંધ થઈ જાય છે.

આજે પણ આવી જ સ્થિતિ વચ્ચે ડેમી -1માંથી ઓવરફ્લો થઈ રહેલા પ્રવાહને કારણે ડેમી નદી ઘૂઘવાટા મારતી વહેવા લાગી છે અને બપોરના સમયે અમરાપર તરફથી આવતા એક બાઈક ચાલકે પુરના પ્રવાહમાં બેઠા પુલ ઉપર બાઈક પસાર કરવાનું જોખમ કરતા બાઈક પાણીમાં તણાઈ ગયું હતું. જો કે, સદનસીબે આ યુવાનનો જીવ બચી ગયો હતો.

- text

આ સંજોગોમાં છેલ્લા 25 વર્ષથી ટંકારા – અમરાપર વચ્ચે ઉંચો પુલ બાંધવા માંગણી કરી રહેલા ગ્રામજનોની વ્યાજબી માંગ સ્વીકારવા ફરી એકવાર ગ્રામજનોએ માંગ ઉઠાવી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text