મોરબીમાં આઈ.ટી.આઈ. ખાતે એપ્રેન્ટીસ ભરતી મેળાનુ આયોજન

- text


મોરબી : શ્રમ અને રોજગાર વિભાગ, નિયામક રોજગાર અને તાલીમ હેઠળની સરકારી ઔદ્યોગીક તાલીમ સંસ્થા (આઈ.ટી.આઈ, મહેન્દ્રનગર ચોકડી, હળવદ રોડ) મોરબી ખાતે તારીખ-૦૪/૧૦/૨૦૨૧ ના રોજ સવારે ૦૯:૩૦ વાગ્યે રાજ્યમાં કાર્યરત મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના અંતર્ગત જિલ્લાના યુવાનોને રોજગારી મળે તેમજ ઉધોગોને કુશળ મેનપાવર મળી રહે તેવા ઉમદા હેતુસર જિલ્લા કક્ષાનો એપ્રેન્ટીસ ભરતી મેળાનુ આયોજન કરવામાં આવેલ છે.

જેમાં મોરબી જિલ્લા સ્થિત ઔધોગીક એકમો,હોસ્પીટલો તથા મેરીટાઇમ બોર્ડ (નવલખી પોર્ટ) વગેરે મળી કુલ – ૨૧ નોકરી દાતાઓ હાજર રહેનાર છે. તેમજ આશરે ૧૪૬ એપ્રેન્ટીસની જગ્યાઓ ભરવાની છે.

- text

આ જોબ ફેરમાં સિમ્પોલો, પરફેક્ટ ઓટો, ઇકવિટી મોટર, લિઓલી સિરામિક, પ્લેટિના વિટ્રીફાઇડ, જનરલ હોસ્પિટલ, ગુજરાત મેરીટાઈમ બોર્ડ, વરમોરા કંપની, સનસાઈન કંપની સહિતની કંપનીઓ હાજર રહેશે. ઉમેદવારોએ શૈક્ષણીક લાયકાતના જરૂરી પ્રમાણપત્રો સાથે હાજર રહેવા અનુરોધ કરવામાં આવે છે. વધુ વિગત માટે 70166 39451 પર સંપર્ક કરી શકાશે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text