વરસાદ અપડેટ : 4 વાગ્યા સુધીમાં મોરબી જિલ્લામાં સાર્વત્રિક અડધાથી પોણો ઈંચ વરસાદ

- text


માળીયા મીયાણા તાલુકો કોરો ધાકડ

મોરબી : હવામાન ખાતાની ભારે વરસાદની આગાહી વચ્ચે મોરબી જિલ્લામાં સવારથી ઝરમર – ઝરમર વરસાદ વરસી રહ્યો છે અને સાંજના ચાર વાગ્યા સુધીમાં સર્વત્ર અડધોથી પોણો ઈંચ વરસાદ નોંધાયો છે.

મોરબી જિલ્લા ફ્લડ કંટ્રોલરૂમના સતાવાર આંકડા મુજબ આજે સવારે છ વાગ્યાથી બપોરે ચાર વાગ્યા સુધીમાં મોરબી જિલ્લામાં સૌથી વધુ ટંકારામાં 19મીમી, હળવદમાં 12મીમી, મોરબીમાં 11મીમી અને વાંકાનેરમાં 10મીમી વરસાદ નોંધાયો છે. જો કે, માળીયા મિયાણા તાલુકામાં છાંટા છૂટીને બાદ કરતા નોંધપાત્ર વરસાદ વરસ્યો નથી.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text