ધાય…ધાય…ધાય… મોરબીમાં ધડાધડ ફાયરિંગની વધુ એક ઘટના

- text


જુના મનદુઃખમાં પીપળીયા ચાર રસ્તા નજીક કાર આંતરી સરાજાહેર ગોળીબાર : પાંચ વિરુદ્ધ ફરિયાદ

મોરબી : સિરામીક નગરીને બદલે મોરબી જાણે ક્રાઇમ નગરી બની રહ્યું હોય તેવી ઉપર છાપરી હત્યા, લૂંટ મારામારીની ઘટનામાં પીપળીયા ચાર રસ્તા નજીક જુના મનદુઃખમાં સરાજાહેર કાર ઉપર ધાય…ધાય…ધાય… ફાયરિંગ કરાયાની ઘટના પોલીસ દફ્તરે નોંધાઈ છે, તા.26ના રોજ બનેલી આ ઘટનામાં એફએસએલ રિપોર્ટના આધારે પાંચ ઈસમો વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.

મોરબી તાલુકા પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ ગત તા.26ના રોજ પીપળીયા ચાર રસ્તા નજીક મારુતિ સ્વીફ્ટ કારમાં જય રહેલા જોડીયાના તારાણા ગામે રહેતા વિપુલ લક્ષ્મણભાઇ પીઠમલ તથા હિરાભાઇને આંતરી આરોપી સાધાભાઇ પ્રભુભાઈ, હમીરભાઈ મેપાભાઈ, કાનાભાઇ હમીરભાઇ, ભલુભાઈ મોહનભાઇ (રહે.તમામ તારાણા, તા.જોડિયા) અને ભરત બચુભાઈ કુંભારવાડિયા (રહે.ફડસર, તા.મોરબી) ઓએ સ્વીફ્ટ કાર ઉપર ધડાધડ ફાયરિંગ કરતા આ ફાયરીંગને કારણે કારનો ડ્રાઇવર સાઇડનો કાચ તુટી ગયો હતો.

- text

બીજી તરફ સરાજાહેર ફાયરિંગના આ બનાવ અંગે વિપુલ પીઠમલ (રહે.તારાણા, તાલુકો જોડિયા)એ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ કરતા આ મામલે એફએસએલ રિપોર્ટ આવ્યા બાદ મોરબી તાલુકા પોલીસ દ્વારા ગઈકાલે મોડીરાત્રે ગુન્હો દાખલ કરી પાંચેય આરોપીઓને ઝડપી લેવા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text