રફીકને સ્વીફ્ટ કારમાં બિયરના 264 ટીન સાથે પોલીસે દબોચ્યો

- text


માળિયા : માળિયાના હરિપર ગામના પાટિયા પાસે પોલીસે રફીકને સ્વીફ્ટ કારમાં બિયરના 264 ટીન સાથે પકડી પાડ્યો છે. આ સાથે પોલીસે તેની પાસેથી રૂ. 5.26 લાખનો મુદ્દામાલ પણ કબ્જે કર્યો છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ માળિયા પોલીસે હરિપર ગામના પાટિયા નજીક નેશનલ હાઇવે ઉપર જીજે 36 આર 8979 નંબરની સ્વીફ્ટ કારમાંથી રૂ. 26,400ની કિંમતના 264 ટીન બિયરના જથ્થા સાથે રફીક તાજમહમદભાઈ ભટ્ટી ઉ.વ.23 રહે. માળિયા- નગરપાલિકાની કચેરી સામેવાળાને ઝડપી પાડ્યો છે.

- text

પોલીસે રફીક પાસેથી રૂ. 26,400ના બિયરના ટીન અને રૂ. 5 લાખની સ્વીફ્ટ કાર મળી કુલ રૂ. 5,26,400નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ કામગીરીમાં પીઆઇ એન.એચ. ચુડાસમા, હેડ કોન્સ. ક્રિપાલસિંહ ચાવડા, વિશ્વરાજસિંહ ઝાલા તથા કોન્સ. સંજયભાઈ રાઠોડ અને મહેન્દ્રસિંહ ચુડાસમા રોકાયેલ હતા.

- text