હળવદમાં સામુહિક દુષ્કર્મ : સગીરાને હવસનો શિકાર બનાવતા બે ઢગા

- text


પહેલા મિત્રતા કેળવી સગીરાના ફોટા – વીડિયો શૂટિંગ કરી લઈ એક વર્ષ સુધી દુષ્કર્મ ગજાર્યું : સગીરાના ભાઈને ઉપાડી જવાની ધમકી આપ્યાની ફરિયાદ

હળવદ : હળવદમાં રહેતી સગીરા સાથે મિત્રતા કેળવ્યા બાદ બે હવસખોર ઢગાએ દુષ્કર્મ ગુજાર્યા બાદ અંગત પળોના ફોટો અને વીડિયો શૂટિંગ ઉતારી લઈ બન્ને નરાધમ હવસખોરોએ સતત એક વર્ષ સુધી સગીરાના દેહને અભડાવી નાખતા અંતે આ મામલે રાજ્યપાલના આગમનની પૂર્વ સંધ્યાએ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. અને દુષ્કર્મ મામલો હાલ હળવદમાં ટોક ઓફ ધી ટાઉન બન્યો છે.

હળવદમાં ચકચાર જગાવનાર આ દુષ્કર્મની ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદમાં જ રહેતી એક સગીરાને બાંધકામ વ્યવસાય સાથે સંકળાયેલા પાડોશી શખ્સે મિત્રતા બાંધવાનો ડહોળ રચી ફસાવી હતી અને બાદમાં તેના મિત્રએ પણ સગીરાના દેહને અભળાવી નાખતા આ મામલે સગીરાએ તેણીના માતા – પિતાને જાણ કરતા છેલ્લા એક અઠવાડિયાથી ઢાંક પીછોડા કરવા આરોપી પક્ષ દ્વારા થતા ધમપછાડા બાદ અંતે આજે રાજ્યપાલના આગમનની પૂર્વ સંધ્યાએ હળવદ પોલીસ મથકમાં ભારેખમ કલમો હેઠળ સામુહિક દુષ્કર્મ મામલે ફરિયાદ નોંધાઈ છે.

- text

સગીરાએ નોંધાવેલી ફરિયાદ મુજબ હળવદના ખારી વાડી વિસ્તારમાં રહેતા જયેશ ચંદુભાઈ કણઝારીયા અને ગોરી દરવાજા, સરા રોડ ઉપર રહેતા મેહુલ સવજીભાઈ હડિયલ નામના બે શખ્સોએ પહેલા સગીરા સાથે મિત્રતા કેળવ્યા બાદ ભોગ બનનાર સગીરાના ફોટા અને વીડિયો શૂટિંગ ઉતારી દર્શન હોટલ પાછળ આવેલ સોસાયટીના મકાનમાં લઈ જઈ બન્ને શખ્સો દુષ્કર્મ ગુજારતા હતા.

વધૂમા દુષ્કર્મ ગુજારનાર એક આરોપી પરણિત હોવાનું પણ બહાર આવ્યું છે ત્યારે બન્ને ઢગાઓ સાથે મળી ડિસેમ્બર 2020થી લઈ તા.15 સપ્ટેમ્બર 2021 સુધી અવાર – નવાર સગીરાને ફોટા અને વીડિયો વાઇરલ કરવાની ધમકી આપવાની સાથે સાથે સગીરાના ભાઈને ઉપાડી જવાની ધમકી આપી હવસ સંતોષતા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

હાલ હળવદ પોલીસે આ સામુહિક દુષ્કર્મ કેસમાં આરોપી જયેશ અને મેહુલ વિરુદ્ધ આઈપીસી કલમ 376(2)(એન), 376(3), 376 (ડી)(એ), 506(1), 114 તથા પોકસો અધિનિયમની કલમ 3(એ), 4, 5 (એલ)5(જી), 6 અને 17 મુજબ ભારેખમ કલમો હેઠળ ગુન્હો નોંધી બન્નેને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

- text