ટંકારા નજીક કારખાનામાંથી ચોરી કરેલી ઘડિયાળ સાથે બે તસ્કરો ઝડપાયા

- text


 

રૂ. 3 હજારની ઘડિયાળ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરાઈ

ટંકારા : ટંકારાના લજાઈ પાસે આવેલા એક કારખાનામાંથી ચોરી કરેલી ઘડિયાળ સાથે બે શખ્સોને પોલીસે ટંકારામાંથી ઝડપી પાડ્યા છે. આ સાથે તેઓ પાસેથી રૂ. 3 હજારની કિંમતની 9 ઘડિયાળો પણ જપ્ત કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ ટંકારા પોલીસની ટીમે પેટ્રોલીંગ દરમિયાન પેશન પ્રો મો.સા નં GJ-36-AA-6281માં જતા સોહિલભાઈ સત્તારભાઈ ભાણુ ઉ.વ.24 રહે. કલ્યાણપર તથા દિનેશભાઈ નાનજીભાઈ જાદવ ઉ.વ.21 રહે. ટંકારા વાળા ચોરીની શકપડતી ઘડીયાળો નંગ 9 કિમત રૂપીયા 3000 સાથે મળી આવ્યા હતા. આરોપીઓએ આ દિવાલ ઘડીયાળો લજાઈ પાસે આવેલ સ્ટીવન કારખાનામાંથી ચોરી કરી મેળવેલ હોવાનું માલુમ પડતા બન્નેની અટક કરી ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

- text

આ કામગીરીમાં ટંકારા પીએસઆઈબી.ડી.પરમાર તથા એએસઆઈ એમ.કે.બ્લોચ, પો.કોન્સ. હિતેષભાઈ વશરામભાઈ ચાવડા, પો.કોન્સ. ખાલીદખાન રફીકખાન પો.કોન્સ. સિધ્ધરાજસિહ ઝાલા સહિતના રોકાયેલ હતા.

- text