આજે વરાહ જયંતી : ભગવાન વરાહે પૃથ્વીને સમુદ્રમાંથી બહાર લાવી, હિરણ્યાક્ષ રાક્ષસના ત્રાસમાંથી ઉગારી

- text


વરાહ અવતાર દ્વારા માનવ શરીર સાથે ભગવાન પહેલીવાર ધરતી ઉપર આવ્યાં

ભાદરવા મહિનાના સુદ પક્ષની ત્રીજ તિથિએ વરાહ જયંતિ ઊજવવામાં આવે છે. વરાહ સ્વરૂપ ભગવાન વિષ્ણુના ત્રીજા અવતાર છે. તેમજ આ અવતાર દ્વારા માનવ શરીર સાથે ભગવાન પહેલીવાર ધરતી ઉપર આવ્યાં હતા. કારણ કે વરાહ રૂપનું મુખ જંગલી સૂઅર (ડુક્કર)નું અને શરીર મનુષ્યનું હતું.

આ વર્ષે આજે એટલે કે 9 સપ્ટેમ્બરના રોજ વરાહ જયંતી છે. આ દિવસે ભગવાન વિષ્ણુ, વરાહ અવતારની પૂજા સાથે ભૂદેવી એટલે ધરતી માતાની પૂજા કરવાની પણ પરંપરા છે. માન્યતા છે કે આ દિવસે ભગવાન વિષ્ણુ વરાહ સ્વરૂપે અવતરી પૃથ્વીને સમુદ્રમાંથી બહાર લાવી, હિરણ્યાક્ષ રાક્ષસના ત્રાસમાંથી ઉગારી હતી.

- text

વરાહ અવતારની કથા

એક વખત દૈત્ય હિરણ્યાક્ષે પૃથ્વીને દરિયામાં સંતાડી દીધી હતી ત્યારે બ્રહ્માજીના નાક દ્વારા ભગવાન વિષ્ણુ વરાહ સ્વરૂપમાં પ્રકટ થયાં. ભગવાન વિષ્ણુના આ સ્વરૂપને જોઈને દેવતાઓ અને ઋષિ-મુનિઓએ તેમની સ્તૃતિ કરી. અને તેમના આગ્રહથી ભગવાન વરાહ પૃથ્વીની શોધમાં લાગી ગયાં. વરાહ ભગવાને પોતાના લાંબા મોઢાની મદદથી પૃથ્વીની જાણકારી મેળવી લીધી અને દરિયાની અંદર જઈને ધરતીને પોતાના દાંત ઉપર રાખીને બહાર લઈને આવ્યાં. હિરણ્યાક્ષે આ જોયું ત્યારે તેણે ભગવાન વિષ્ણુના વરાહ સ્વરૂપને યુદ્ધ માટે લલકાર્યાં. બંનેમાં યુદ્ધ થયું. અંતે ભગવાન વરાહે હિરણ્યાક્ષનો વધ કર્યો અને પૃથ્વીને બચાવી લીધી હતી.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text