સ્કૂલ ફી નહિ તો અભ્યાસ નહિ, હળવદમાં ખાનગી શાળાઓની દાદાગીરી શરૂ

- text


અન્ય ખાનગી શાળાએ ફી નહિ ચુકવનાર વિદ્યાર્થીનું લિવિંગ સર્ટિફિકેટ અટકાવ્યું

હળવદ : કોરોના મહામારી બાદ ખાનગી શાળાઓનો મૃત્યુ ઘંટ વાગવાની શરૂઆત થઈ ચુકી છે ત્યારે હળવદમાં ખાનગી શાળાઓ હવે દાદાગીરી અને મનમાની ઉપર ઉતરી આવી છે અને ફી નહિ ભરી શકનાર બાળકોને અલગ રૂમમાં બેસાડી અભ્યાસ અટકાવી દીધો હતો. અને અન્ય કિસ્સામાં ફી નહીં ચુકવતા સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ અટકાવી દીધું હોવાનું બહાર આવતા આમ આદમી પાર્ટી રજુઆત કરવા દોડી જતા શાળા સંચાલક કુણા પડયા છે. જયારે બીજા કિસ્સામાં શાળા વિરુદ્ધ પોલીસને અરજી કરવામાં આવી છે

કોરોના મહામારીમાં લોકોની આર્થિક પરિસ્થિતિ પર ભારે ફટકો પડયો છે તેવામાં પ્રાઈવેટ સ્કૂલોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની વાલીઓ ફી ન ભરી શકતા હોવાથી હળવદની ખાનગી શાળાના સંચાલકો રીતસરની દાદાગીરી અને મનમાની ઉપર ઉતરી આવ્યા હોવાના જુદાજુદા બે બનાવો પ્રકાશમાં આવ્યા છે. જેમાં પહેલા બનાવમાં હળવદ શહેરમાં આવેલી વિવેકાનંદ વિદ્યાલયમાં ફી નહી ભરી શકનાર ૭૦ જેટલા વિદ્યાર્થીઓને જુદા રૂમમાં બેસાડી રાખ્યાનો બનાવ સામે આવતા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સ્કૂલે દોડી ગયા હતા અને સ્કૂલના સંચાલકોને રજૂઆત કરી હતી. જોકે આ રજૂઆતનો સોશ્યલ મીડિયામાં એક વીડિયો પણ વાયરલ પણ થયો છે.

- text

જ્યારે બીજા બનાવમાં હળવદ શહેરમાં આવેલ સરસ્વતી શિશુ મંદિર વિદ્યાલયમાં ધોરણ 12નો અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીનીનું સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ ફી આપવાનું કહેવા છતા કાઢી ન આપતા હોવાથી વાલીએ આ બનાવની લેખિતમાં હળવદ પોલીસમાં રજુઆત કરી છે. જેમાં જણાવાયું છે કે, તેમની પુત્રીની સ્કૂલ લિવિંગસર્ટીની જરૂરિયાત હોવાથી ફી ભરવા તૈયાર હોવા છતાં અન્ય એક પુત્ર અને પુત્રીની ફી ભરવાની બાકી હોય એ ફી ભર્યા બાદ જ લિવિંગ સર્ટિફિકેટ કાઢી આપવામાં આવશે તેવું વલણ અપનાવતા અંતે કંટાળેલા વાલીએ લેખિતમાં હળવદ પોલીસમાં રજુઆત કરી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text