ફ્રી.. ફ્રી.. ફ્રી..વીજળી સાથે બાવળના પૈડિયા ફ્રી : વીજતંત્રની નવતર પહેલ

- text


વિજપોલની આરપાર બાવળીયા ઊગી નીકળ્યા!!

પ્રિમોન્સૂનની કામગીરીના બહાને વૃક્ષની ડાળીઓ કાપનાર તંત્રને જોખમી બાવળ દેખાતો નથી

મોરબી : રાજ્યમાં સૌથી વધુ આવક કમાઈ આપતા મોરબી પીજીવીસીએલ સર્કલ દ્વારા હવે ગ્રાહકોને વીજળીની સાથે બાવળના પૈડીયા વિનામૂલ્યે આપવા યોજના શરૂ કરી હોય તેવી સ્થિતિ વચ્ચે કલેકટર કચેરી નજીક વીજપોલની આરપાર બાવળિયો ઊગી નીકળો છે. છતાં આ જોખમી બાવળ દૂર કરવા વીજ તંત્ર દરકાર નથી લઈ રહ્યું.

મોરબીના સામાકાંઠે નવી જિલ્લા કલેક્ટર કચેરી રોડ ઉપર સરકારી સ્કૂલ પાસે એક વીજપોલની જોખમી સ્થિતિ સામે આવી છે. જેમાં આ વિજપોલની આરપાર ઘૂસીને બાવડ ઊગી નીકળ્યા છે.જેથી વિજપોલને પણ નુકસાન થયું છે. તેથી સવાલ એ ઉઠે છે કે પ્રિમોન્સૂનની કામગીરીના બહાને વૃક્ષની ડાળીઓ કાપનાર તંત્રને આ જોખમી બાવળ કેમ દેખાતો નથી ?

મોરબીમાં પીજીવીસીએલ તંત્ર પ્રિમોન્સૂન કામગીરીના બહાને ઘણા વૃક્ષોનું આડેધડ નિકંદન કરે છે. જેમાં ખાસ વીજતાર માટે જોખમી હોવાનું જાણવીને લીલાછમ છાંયડો આપતા વૃક્ષોના ડાળખીઓ કાપી નાખે છે. જ્યારે અમુક વિજપોલ માટે જોખમી ન હોવા છતાં પણ વૃક્ષોની ડાળખીઓ કાપી નાખે છે. ત્યારે આ તંત્રને વૃક્ષો નડતરરૂપ અને બાવળ નડતા ન હોય એવું સ્થિતિ સામે આવી છે. જેમાં મોરબીના સામાકાંઠે શોભેશ્વર રોડ પર નવા જિલ્લા સેવા સદન વાળા રોડ ઉપર પોટરી તાલુકા શાળાની બાજુમાં આવેલ વિજપોલની વચ્ચેથી બાવડ ઉગી નીકળ્યા છે.

- text

આ વિજપોલ દેખાઈ જ નહીં તે રીતે બાવળના થડ આરપાર નીકળી ગયા છે અને બાવળનું વૃક્ષ વિજપોલને વિટાઈને મોટું થઈ ગયુ છે. તેમજ વીજપોલને પણ નુકશાન કર્યું છે.આ વિજપોલ પર 11 કેવીની વિજલાઈન પસાર થાય છે. ત્યારે બાવળને કારણે આ વિજપોલમાં કોઈ દુર્ઘટના સર્જાઈ તો જવાબદાર કોણ ? આથી આ ગંભીર મુદ્દે તંત્ર યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text