વાંકાનેરની શાળાઓમાં વિધાર્થીઓને બદલે શિષ્યવૃત્તિની બારોબાર ઉચાપત

- text


જાગૃત નાગરિકે કલેક્ટરને આવેદનપત્ર આપી શિષ્યવૃત્તિની બારોબાર ઉચાપત પ્રકરણની તટસ્થ તપાસ કરવાની માંગ કરી

વાંકાનેર : વાંકાનેર તાલુકાની પ્રાથમિક શાળાઓમાં વિધાર્થીઓને આપવામાં આવતી શિષ્યવૃતિના નાણાં ભ્રષ્ટ વ્યક્તિઓ બારોબાર પોતાના ખાતામાં જમા કરાવી આર્થિક લાભ મેળવવા સારું સરકારી નાણાંની ઉચાપત આચરી છે. આ ગંભીર બાબત ધ્યાનમાં આવતા એક જાગૃત નાગરિકે કલેક્ટરને આવેદનપત્ર આપી શિષ્યવૃત્તિની બરોબાર ઉચાપત પ્રકરણની તટસ્થ તપાસ કરવાની માંગ કરી છે.

વાંકાનેરના જાગૃત નાગરિક અર્જુનસિંહ વાળાએ કલેક્ટરને રજુઆત કરી હતી કે, વાંકાનેર તાલુકાની દલડી, માટેલ, સિંધાવાદર પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને આપવામાં આવતી શિષ્યવૃતિના નાણાં આચાર્ય દ્વારા MR. A (બેન્ક સ્ટેટમેન્ટમાં પૂરું નામ આવેલ નથી) અને અરવિંદ પરમાર નામના શખ્સના બેન્ક ખાતામાં જમા કરાવી આર્થિક નાણાંકીય લાભ આપેલ છે. માટેલ પ્રાથમિક શાળામાં MR. A નામના વ્યક્તિને તા.27.09.2019 CAS CHQ XFER WD ચૅક નં.232823 થી રૂ.84695 માટેલ પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા જમા કરાવવામાં આવેલ. જે રકમ તા.03.12.2019 સુધી MR. A નામના શખ્સ વિદ્યાર્થીઓને આપવા માટેની (શિષ્યવૃતિ) સરકારી નાણાંનો ઉપયોગ કરી આર્થિક લાભ આપેલ છે. આમ સરકારી નાણાંનો ગેરકાયદેસર રીતે અંગત સ્વાર્થ સારું ઉપયોગમાં લઈ સરકારી નાણાની ઉચાપત કરી છે.

વધુમાં જણાવ્યું હતું કે, વાંકાનેર તાલુકાની સિંધાવદર પ્રાથમિક શાળાના આચાર્ય તેમજ દલડી ગામના આચાર્યએ વિધાર્થીઓ માટે ફાળવવામાં આવતી શિષ્યવૃતિની રકમ અરવિંદ પરમાર નામના શખ્સના બેન્ક ખાતામાં જમા કરાવી સરકારી નાણાંની ઉચાપત કરેલ છે. સિંધાવદર પ્રા. શાળાના આચાર્ય દ્વારા તા.30.03.2019 ના રોજ CAS PRES CHQ AXE PARMAR ARVIND ચૅક નં.720204 થી 102207.00 રૂપિયા અરવિંદ પરમાર નામના શખ્સના ખાતામાં જમા કરાવી અંગત લાભ સારું સરકારી નાણાં જે વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ સહાય સ્વરૂપે આપવાના હતા. તે સહાયની રકમ અરવિંદ પરમાર નામના વ્યક્તિને તા.16.12.2019 સુધી પોતાના પાસે રાખી સરકારી નાણાંનો ઉપયોગ અંગત સ્વાર્થ સારું કરેલ સરકારી નાણાંકીય ઉચાપત કરી છે.

- text

તે ઉપરાંત દલડી પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા તા.25.09.2019 ના રોજ TRE ARVIND PARMAR ચૅક.137617 થી રૂપિયા.47383 અરવિંદ પરમાર નામના વ્યક્તિના ખાતામાં જમા કરાવી આર્થિક લાભ અપાવેલ ઉક્ત નાણાં અરવિંદ પરમાર તા.20.11.2019 સુધી દલડી આચાર્ય દ્વારા અરવિંદ પરમાર નામના શખ્સને સરકારી નાણાં વાપરવા સારું આપી સરકારી નાણાંની ઉચાપત આચરેલ છે. આથી દલડી, માટેલ, સિંધાવદર પ્રાથમિક શાળાના આચાર્ય પર તાત્કાલિક ધોરણે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે.

તેમજ ઉપરોક્ત તમામ માહિતી RTI અંતર્ગત મળેલ છે અને સિંધાવદર, માટેલ, દલડી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને અત્યાર સુધીમાં આપવામાં આવેલ શિસ્યવૃત્તિ અંગે પણ ઊંડી તપાસ કરવામાં આવે. તેમજ વાંકાનેર તાલુકાની તમામ પ્રાથમિક શાળાઓમાં પણ એક ટીમ બનાવી વિદ્યાર્થીઓને આપવામાં આવેલ શિષ્યવૃતિ અંગે તેમજ આજદિન સુધીમાં થયેલ તમામ નાણાંકીય વિહીવટોનો ક્રોસ વેરિફિકેશન કરવામાં આવે તેવી માંગ કરી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text