સિરામિક ટાઈલ્સના કન્ટેનરમાં અન્ય પ્લાસ્ટિક, સેનેટરીવેર્સ એક્સપોર્ટ કરવાની ઉજળી તક

- text


એક્સપોર્ટના ભાડામાં વધારો થતા ટાઇલ્સ સાથે પોલીપેક, પ્લાસ્ટિક પાઇપ સહિતની વસ્તુઓ વ્યાજબી ભાવે વિદેશ પહોંચી શકે

નોન વુવન બેગ સહિતની પ્રોડક્ટ એક્સપોર્ટ માટે સીરામીક એસોશિએશન પ્રમુખ નિલેશભાઈ જેતપરીયા પથદર્શક બનશે

મોરબી : મોરબીથી સમગ્ર વિશ્વમાં મોટા પ્રમાણમાં સીરામીક પ્રોડક્ટ્નું એક્સપોર્ટ થાય છે ત્યારે તાજેતરમાં એક્સપોર્ટ ભાડા અને કન્ટેનર ભાડામાં થયેલા વધારા સામે અન્ય પ્લાસ્ટિક આઇટમો, સેનેટરીવેર્સ આઇટમો અને પોલીપેક આઇટમો પણ જો ટાઇલ્સ સાથે નિકાસ કરવામાં આવે તો ટાઈલ્સના ભાડામાં રાહત મળવાની સાથે મેઇક ઈન ઇન્ડિયાની અન્ય પ્રોડક્ટ્સ વિદેશમાં એક્સપોર્ટ કરવાની તક હોવાનું મોરબી સીરામીક એસોસિએશન પ્રમુખે આશા વ્યક્ત કરી આ માટે એક્સપોર્ટ કરવા ઇચ્છુક વેપારીઓ -ઉત્પાદકોને માર્ગદર્શન આપવા પણ તૈયારી દર્શાવી છે.

મોરબી સીરામીક એસોસીએશન પ્રમુખ નિલેશભાઈ જેતપરિયાએ જણાવ્યું હતું કે, ઇન્ટરનેશનલ માર્કેટમા એક્સપોર્ટ કરવામા કંટેનરના ભાડા વધતા તેના સરળ વિકલ્પ રૂપે જો ટાઇલ્સની સાથે મોરબીમાથી સેનેટરીવેર્સ તેમજ પ્લાસ્ટીક પ્રોડકટ એક્સપોર્ટ થવાની પુષ્કળ સંભાવનાઓ છે. સાથે સાથે જો બિલ્ડીંગ મટીરીયલ્સને લગતી પ્લાસ્ટીક પ્રોડકટ બનાવતા હોય તેઓ જો સિરામીક સાથે એક્સપોર્ટ કરે તો ૨૦ ફુટ અથવા તો ૪૦ ફુટના કંટેનરમા ૨૩-૨૪ ટન ટાઇલ્સ અને બીજી આઇટમો કે જેનુ વજન હળવુ હોય તે પ્રોડકટ જો સાથે એક્સપોર્ટ કરે તો તેમા ચાયનાની હરીફાઇમા એક્સપોર્ટ કરી શકાય, કારણકે આ ઇન્ટરનેશનલ ભાડા વધ્યા છે તેના કારણે આપણે આફ્રીકા અને બીજા દુરના દેશોમા આ પ્રોડકટ સાથે એક્સપોર્ટ કરી શકાય ત્યારે આવી પ્રોડકટનુ ઉત્પાદન કરતી કંપનીઓ અને એક્સપોર્ટરો જો થોડીક મહેનત કરશે તો બંનેને ફાયદો થશે અને સાથોસાથ ઇમ્પોર્ટરોને પણ ફાયદો થઇ શકે તેમ હોવાનું તેમને ઉમેર્યું હતું.

- text

વધુમાં નિલેશભાઈએ ઉમેર્યું હતું કે, મોરબીમાં ઉત્પન્ન થતી નોન વુવન બેગ, પ્લાસ્ટિક પાઇપ, પ્લાસ્ટિક બોડી, બાથ ફીટીંગ્સ, પ્લાસ્ટિક શીટ્સ સહિતની એવી અનેક આઇટમો છે કે જેની વિદેશમાં સારી એવી ડિમાન્ડ છે. જો આવી પ્રોડક્ટ નિકાસ કરવામાં આવે ત્યારે 28 ટન કેપેસીટીવાળા કન્ટેનરમાં ટાઇલ્સ 24 ટન સાથે અન્ય ચીજવસ્તુઓ એક્સપોર્ટ કરવામાં આવે તો ટાઇલ્સ ઉત્પાદકો અને અન્ય પ્રોડક્ટના ભાડા ડિવાઇડ થતા વ્યાજબી ભાડે વિદેશમાં આસાનીથી માલ મોકલી શકાશે અને ચાઇના પણ આજ રીતે અન્ય દેશોમાં માલ નિકાસ કરતુ હોય જેના ઉપરથી બોધપાઠ મેળવી આ કદમ ઉઠાવવામાં આવે તો ચોક્કસપણે ફાયદો મળી શકે. જો કોઈપણ વ્યાપારી કે ઉત્પાદકોને આ અંગે વિશેષ માહિતી જોઈતી હોય તો નિલેશભાઈ જેતપરીયા મોબાઈલ નંબર 98252 12799 નો સંપર્ક કરી શકાશે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text