વાંકાનેરથી થાન વચ્ચેના કાસીયા ગાળાના પુલની જોખમકારક સ્થિતિ

- text


2 કિમીનો રોડ એકદમ ખરાબ હોવાથી વાહન તો ઠીક, ચાલીને પણ નીકળવું મુશ્કેલ

મોરબી : વાંકાનેરથી થાન જવા માટેના કાસીયા ગાળા પાસેનો પુલ એકદમ જોખમી બની ગયો છે. ખાસ કરીને આ પુલમાં 2 કિમીનો રોડ એકદમ ખરાબ હોવાથી વાહન તો ઠીક ચાલીને પણ નીકળવું મુશ્કેલ બન્યું છે. તેથી લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

વાંકાનેરથી થાન જવા માટેની મુખ્ય કડીરૂપ કાસીયા ગાળા પાસેના પુલની લાંબા સમયથી જોખમકારક પરિસ્થિતિ છે. આ પુલ એકદમ જર્જરિત બની ગયો હોવાથી પુલમાં અવરજવર જોખમી બની છે. આ પુલ એટલી હદે ખરાબ કે તેમાં સળિયા પણ દેખાવા લાગ્યા છે. આ ઉપરાંત ત્યાંથી બે કિમીનો રોડ પણ એટલો ખરાબ છે કે વાહન તો ઠીક ચાલીને પણ નીકળવું મુશ્કેલ બન્યું છે. ઠેરઠેર ખાડા ખબડા હોવાથી વાહન ચાલકો ઉપર અકસ્માતનું જોખમ તોળાઈ રહ્યું છે. આથી સંબધિત તંત્ર આ બાબતે યોગ્ય કાર્યવાહી કરે તેવી સ્થાનિક લોકોએ માંગ ઉઠાવી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text