ટંકારા – જબલપુર વચ્ચે લટકતી સોસાયટીઓએ અલગ પંચાયતની માંગ ઉઠાવી

- text


જબલપુર ગામના રેવન્યુ સોસાયટીમાં વસેલી 17 સોસાયટીઓને પ્રાથમિક સુવિધા ન મળતા આર્યગ્રામ ગ્રામ પંચાયત બનાવવા માંગ કરી

ટંકારા : ટંકારા શહેરની ભાગોળે નહીં પરંતુ બોર્ડર ઉપર વસેલી જબલપુર ગામના રેવન્યુ સર્વે નંબર ધરાવતી જુદી-જુદી 17 સોસાયટીઓને શહેરી કે ગામડા પ્રકારની કોઈપણ જાતની પ્રાથમિક સુવિધાઓ ન મળતા નાસીપાસ થયેલા 1200 જેટલા રહીશો દ્વારા અલગ આર્યગામ ગ્રામ પંચાયતની રચના કરવા માંગ ઉઠાવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ ટંકારા શહેરની બોર્ડર ઉપર જબલપુર ગામના રેવન્યુ સર્વે નંબર ઉપર છેલ્લા ઘણા વર્ષોથી (૧) હરીઓમનગર – ૧ (૨) હરિઓમનગર -૨ (૩) બાલાજી પાર્ક (૮) ક્રિષ્ના પાર્ક (૫) ધર્મભકિત સોસાયટી (૬) અયોધ્યાપૂરી સોસાયટી (૭) દેવનગર (૮) રાજધાની પાર્ક (૯) જામીનારાયણ નગર (૧૦) અવધ પાર્ક (૧૧) આર્યનગર (૧૨) પ્રભુનગર સોસાયટી (૧૩) સરદારનગર -૧ (૧૪) સરદારનગર -૨ (૧૫) સરદારનગર-૩ (૧૬) શ્યામ પાર્ક (૧૭) મહાલક્ષમી પાર્ક નામની સોસાયટીઓ વસવાટ પામી છે.

આ સોસાયટીઓની વસ્તીનું એકત્રીકરણ કરતા ૧૨૦૦ જેટલી વસ્તી થાય છે. અને હાલમાં જબલપુર ગામના એક નવાપરા વિસ્તાર તરીકે આ સોસાયટીઓને ઓળખ મળી છે. પરંતુ આજદિન સુધી અહીં વસવાટ કરતા લોકોને રોડ, રસ્તા, ગટર, સ્ટ્રીટ લાઈટ જેવી સુવિધાઓ મળી નથી . જેને પગલે ઉપરોક્ત સોસાયટીઓના રહીશોએ અલગ આર્ય ગામની રચના કરવા માંગ ઉઠાવી પ્રાથમિક સુવિધાઓ આપવા અવાજ ઉઠાવ્યો છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text