વીજ કંપનીની દાદાગીરી સામે ઘૂંટણીએ પડી વિરોધ કરતા હળવદના ખેડૂતો

- text


લાકડીયા વડોદરા ટ્રાન્સમીશન લાઈન નાંખવામાં વળતર ચુકવવામાં અન્યાય કરાતા ખેડૂતોએ દંડવત કરી આવેદન આપ્યું

મોરબી : હળવદ પંથકમાં વીજ કંપનીની દાદાગીરી સામે ખેડૂતો રોષે ભરાયા છે. જેમાં લાકડીયા વડોદરા ટ્રાન્સમીશન લાઈન નાંખવામા વળતર ચુકવવામાં અન્યાય સામે આજે હળવદ તાલુકાના 11 ગામના ખેડૂતોએ વીજ કંપનીની દાદાગીરી સામે ઘૂંટણિયે પડી દંડવત કરતા-કરતા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી જમીનનું યોગ્ય વળતર ચુકવવાની માંગ દોહરાવી હતી.

હળવદ પંથકના 11 ગામોના ખેડૂતો આજે મોરબી જિલ્લા કલેક્ટર કચેરીએ ઉમટી પડ્યા હતા અને હળવદ પંથકમાં વીજ કંપનીની મનમાની સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. જેમાં લાકડીયા વડોદરા ટ્રાન્સમીશન લાઈન નાંખવામા વળતર ચુકવવામાં અન્યાય સામે હળવદ પંથકના ખેડૂતો દંડવડ પ્રણામ કરતા કરતા કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા, આ રીતે અનોખો વિરોધ કરીને કલેક્ટર સમક્ષ ન્યાયની ગુહાર લગાવી હતી. ખાસ કરીને લાકડીયા વડોદરા ટ્રાન્સમીશન લાઈન નાંખવામા હળવદના ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવાતું ન હોય આ શોષણ સામે ખેડૂતોએ એકજુટ થઈને અવાજ ઉઠાવ્યો હતો.

જીલ્લા કલેક્ટરને ખેડૂતોએ આવેદનપત્ર આપીને જણાવ્યું હતું કે, હળવદ, રાણેકપર, ધનશ્યામપુર, કોયબા, ઢવાણા, રણજીતગઢ, કેદારીયા, ધનાળા, જનાદેવળીયા, સરવદર પ્રતાપગઢ, ગામના લાકડીયા વડોદરા ટ્રાન્સમીશન લાઈન પ્રસ્થાપિત કરવા મંજુર થયેલ જમીનના વળતરના ભાવ રીવાઇજ કરી આપવામાં અન્યાય થઈ રહ્યો છે.

વધુમાં જણાવ્યું હતું કે હળવદ, રાણેકપર, ધનશ્યામપુર, કોયબા, ઢવાણા, રણજીતગઢ, કેદારીયા, ધનાળા, જનાદેવળીયા, સુરવદર, પ્રતાપગઢ ગામના ખેડૂતોની જમીનમાંથી લાકડીયા વડોદરા ટ્રાન્સમીશન લાઈન પસાર થાય છે. જે અન્વયે અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ, મોરબીનાઓ દ્વારા સત્તા ન હોવા છતા ટેલીગ્રાફ એકટની કલમ –૧૬(૧) અન્વયે મંજુરી આપેલ છે અને કલમ-૧૦(ડી) મુજબ જમીનનુ વળતર નકકી કરવામાં આવેલ છે. જેનો ખેડુતો તેનો સખત વિરોધ કર્યો હતો. ખેડતો અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબીનાને કલમ-૧૬(૧) અને ૧૦(ડી) મુજબ મંજુરી આપવાની કે વળતર નકકી કરવાની સત્તા રહેલી નથી. જે અંગે ખેડૂતોએ રજૂઆત કરી છે.

- text

અધિક જીલ્લા મેંજીસ્ટ્રેટ મોરબીનાઓ દ્વારા આપેલ મંજરી કાયદા વિરુધ્ધ હોય અને વળ તર મંજુર કરવાની સત્તા ન હોવાથી ફરી જિલ્લા કલેક્ટર ખુદ પ્રોસીડીંગ ચલાવીને ખેડુતોની જમીન અંગે ટેલીગ્રાફ એકટની કલમ-૧૬(૧) મુજબ મંજુરી આપવા માટે તેમજ વળતર નકકી કરી આપવા માટે રૂબરૂ સાંભળી રજુઆતની તક આપી યોગ્ય નિર્ણય કરવાની માંગ કરી છે. તેમજ ટેલીગ્રાફ એકટની કલમ -૧૬(૧) અને વર્ક લાસન્સી રુલ્સ ૨૦૦૬ ના નિયમ -૩ (બી) મુજબ જીલ્લા મેજીસ્ટ્રેટની પરવાનગી મેળવવી જોઈએ અને નિયમ-૩(એ) મજબ પરવાનો મેળવનારે જમીન માલીકની આગોતરી સંમતિ મેળવવી જોઈએ તેવું અંતમાં જણાવ્યું હતું.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text