મોરબીથી કરજણની એસટી બસ ચાલુ કરવા માંગ

- text


સામાજિક કાર્યકરે રાજકોટ એસટી વિભાગના નિયામકને રજુઆત કરી

મોરબી : મોરબીમાં અગાઉ કોરોના કાળ દરમિયાન મોરબીથી કરજણની એસટી બસને બંધ કરી દેવામાં આવી હતી. પણ હવે પરિસ્થિતિ એકદમ નોર્મલ બની ગઈ હોવા છતાં હજુ સુધી આ એસટી બસ શરૂ કરવામાં આવી નથી. આથી લોકો હેરાન થઈ રહ્યા છે. તેથી મોરબીથી કરજણની એસટી બસ ચાલુ કરવા માંગ સાથે સામાજિક કાર્યકરે રાજકોટ એસટી વિભાગના નિયામકને રજુઆત કરી છે.

મોરબીના સામાજિક કાર્યકર પ્રવીણચંદ્ર જોશીએ રાજકોટ એસટી વિભાગના નિયામકને રજુઆત કરી છે કે, અગાઉ આ એસટી બસ કરજણ ડેપોથી મોરબી આવતી અને રાત્રે 12 વગયેથી મોરબીથી ઉપડીને કરજણ પહોંચતી. પરંતુ આ બસ બંધ કર્યા બાદ હવે નોર્મલ સ્થિતિ થવા છતાં ચાલુ કરાઈ નથી. આ બાબતે અનેક વખત તેઓએ એસટી વિભાગને રજુઆત કરી હતી. પરંતુ એસટી તંત્ર આ બસ ચાલુ કરવા માંગતું જ ન હોય તે રીતે રજુઆતને નજરઅંદાજ કરવામાં આવે છે. તેથી ફરી વખત તેઓએ રજુઆત કરી આ બસને ચાલુ કરી આ બસનું મોરબીથી સંચાલન કરવાની માંગ કરી હતી.

- text

તેમજ મોરબીથી આ બસ રાત્રી દરમિયાન અમદાવાદ જવા માટે છેલ્લી હોય છે અને આ બસનું અમદાવાદ રેલવે ટ્રેન સાથે કનેક્શન હોવાથી ટ્રાફિક પણ સારો રહે છે. તેથી વહેલી તકે આ એસટી બસ પુનઃશરું કરવાની તેઓએ માંગ કરી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text