આમા મોરબીના લોકો છેતરાય જ ને!! આખી તોલમાપ કચેરી પટ્ટાવાળાને હવાલે

- text


રાજકોટથી આવતા અધિકારી માત્ર સોમવારે જ પધારતા હોવાની કલેક્ટરને ફરિયાદ કરતા નાગરિક પુરવઠા સમિતિના સભ્ય

મોરબી : મોરબી જિલ્લો બન્યા બાદ પણ ઘણી ધોરી વગરનું હોય તેવી સ્થિતિ વચ્ચે સૌથી અગત્યના તોલમાપ વિભાગમાં અધિકારી, કર્મચારીઓની અછત વચ્ચે માત્રને માત્ર એક પટ્ટાવાળાથી જ ગાડું ગબડાવવામાં આવતું હોવાનું અને ફરજ ઉપરના અધિકારી માત્ર સોમવારે જ કચેરીમાં દર્શન આપવા આવતા હોવાથી પ્રજાને ઓછા વજનની અને વેપારીઓને કાંટા રીન્યુ કરવામાં તકલીફ પડતી હોવાની ફરિયાદ નાગરિક પુરવઠા સમિતિના સભ્ય દ્વારા કલેક્ટરને કરવામાં આવી છે.

અન્ન અને નાગરિક પુરવઠા તથા ગ્રાહક સુરક્ષા સમિતિના સભ્ય પ્રવિણચંદ્ર જોશીએ જિલ્લા કલેક્ટરને અત્યંત ગંભીર કહી શકાય તેવી તોલમાપ ખાતાની કચેરીમાં ચાલતી લોલમલોલ અંગે લેખિત ફરિયાદ કરતા જણાવ્યું છે કે અત્રેની નટરાજ હોટલ પાસે આવેલી પાંચ તાલુકા વચ્ચેની એક માત્ર તોલમાપ ખાતાની કચેરી લાંબા સમયથી માત્ર એક પટ્ટાવાળાથી ચાલી રહી છે.

- text

વધુમાં કચેરીના જવાબદાર અધિકારી દર સોમવારે એક જ દિવસ કચેરીમાં આવતા હોવાથી મોરબી જિલ્લાના અસંખ્ય દુકાનદારોના વજનકાંટા સમયસર રીન્યુ થતા ન હોવાનું અને ગ્રાહકોને ઓછું વજન મળતું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી હોવાનું પણ રજુઆતમાં જણાવ્યું છે.આ ગંભીર બાબતે રાજકોટની વડી કચેરીમાં અનેકવિધ ફરિયાદ કરવા છતાં યોગ્ય નિરાકરણ ન આવતા આ મામલે યોગ્ય પગલાં ભરવા રજૂઆતના અંતે માંગ ઉઠાવી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text