માળીયા-હળવદ હાઈવે ઉપર બંધ ટ્રક પાછળ એસટી ઘુસી જતા ત્રણને ઈજા

- text


મોરબી : માળિયા- હળવદ હાઇવે ઉપર ભીમસર ચોકડી નજીક મોડીરાત્રે ટ્રક પાછળ ધડાકાભેર એસટી ઘુસી જતા ત્રણ ઈજાગ્રસ્ત થયા હતા. બનાવને પગલે ૧૦૮ના વિજયભાઈ દુધરેજીયા અને પાઈલોટ ડાભી તુરંત ઘટનાસ્થળે દોડી ગયા હતા.

માળીયા હળવદ હાઈવે પર ભીમસર ચોકડી પાસે બંધ ટ્રક પાછળ એસટી બસ ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. જેમા ત્રણ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થઈ હોવાનુ જાણવા મળ્યું છે પ્રાપ્ત વિગત મુજબ માળીયા હળવદ હાઈવે ઉપર આવેલ મોરબી કચ્છ તરફ જતા રોડ પર ભીમસર ચોકડી પાસે મોડીરાત્રીના ૧૨:૩૦ વાગ્યાના સુમારે કચ્છ તરફ જતી એસટી વોલ્વો બસને અકસ્માત નડ્યો હતો. જેમા હાઈવે ઉપર બંધ હાલતમાં ઉભેલા ટ્રક પાછળ એસટી બસ ધડાકાભેર ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં ત્રણ જેટલા વ્યક્તિઓને નાની મોટી ઈજાઓ પહોચી હતી. ઘટનાની જાણ થતા જેતપર ૧૦૮ ટીમના ઈએમટી વિજયભાઈ દુધરેજીયા અને પાઈલોટ ચિરાગભાઈ ડાભી ઘટનાસ્થળ ઉપર પહોંચી ઈજાગ્રસ્ત લોકોને ચાલુ વરસાદે પ્રાથમીક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હોવાનુ જાણવા મળ્યું છે.

- text

જેમા અજયસિંહ રાવત હરેશભાઈ ચૌધરી અને ચિરંજીવીભાઈને નાની મોટી ઈજા પહોચી હોવાનુ જાણવા મળ્યું છે અત્રે ઉલ્લેખનીય છેકે તહેવાર ટાણે જ અકસ્માત સર્જાતા આ અકસ્માતમાં કોઈ મોટી જાનહાની ન થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text