રાત્રે બાર વાગ્યેના ટકોરે ઠેર ઠેર કૃષ્ણજન્મોત્સવ ઉજવ્યો : મેઘરાજાએ પણ અમી છાંટણા વરસાવ્યા

- text


નંદ ઘરે આનંદ ભયો..જય કનૈયા લાલ કી..ના નાદ સાથે મોરબીના દરેક વિસ્તાર, અને ગામોમાં આવેલા મંદિરોમાં ભાવિકોની હાજરીમાં કૃષ્ણજન્મોત્સવની ઉજવણી કરવામાં આવી : મોરબીમાં કૃષ્ણજન્મોત્સવ દરમિયાન જ રાત્રીના 12 વાગ્યે મેઘરાજાએ પણ અમી છાંટણા વરસાવતા આનંદની લાગણી અનુવતા ભાવિકો : હવે મેઘરાજા મન મુકીને વરસે તેવી ભક્તોએ કરી પ્રાર્થના..

મોરબી : જન્માષ્ટમીના તેહવારની મોરબીવાસીઓ દિવસભર ઉજવણી કર્યા બાદ રાત્રીના 12 વાગ્યે નંદ ઘરે આનંદ ભયો..જય કનૈયા લાલ કી..ના નાદ સાથે મોરબીના દરેક વિસ્તાર, અને ગામોમાં આવેલા મંદિરોમાં ભાવિકોની હાજરીમાં કૃષ્ણજન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. મંદિરોમાં આરતી, પૂજા પાઠ સહિતના ધાર્મિક વિધિ સાથે કાન્હાના જન્મના હર્ષભેર વધામણાં મધ્ય રાત્રીના કરવામાં આવ્યા હતા. ભાવિકો દ્વારા પૂજા અર્ચના અને આરતી સાથે ઢોલ નગારા વગાડવાની સાથે ફટાકડા પણ ફોડીને કૃષ્ણજન્મોત્સવની ઉજવણી કરી હતી. આ સાથે જેની લોકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે તે મેઘરાજાએ પણ મોરબીમાં કૃષ્ણજન્મોત્સવ દરમિયાન જ રાત્રીના 12 વાગ્યે અમી છાંટણા વરસાવતા લોકોમાં આનંદની લાગણી પ્રસરી ગઈ હતી. અને જગતના નાથના જન્મના વધામણાં સાથે તેઓ પાસે સારા વરસાદની પણ મનોકામનાઓ કરી હતી.

- text

- text