હળવદમાં વધુ દસ લાખની વીજ ચોરી ઝડપાઇ

- text


૧૭ ટીમો દ્વારા ચેકીંગ કાર્યવાહીમાં ૧૧૨ વીજ જોડાણમાંથી ૯ સ્થળોએ વીજ ચોરી ખુલી

હળવદ : હળવદમાં વીજચોરી રોકવા માટે આજે ૧૭ ટીમોએ હળવદ વિસ્તારના જુદા જુદા ગામોમાં માં ચેકિંગ ઝુંબેશ હાથ ધરી હતી જેમાં ૧૧૨ કનેક્શન ચેક કરવામાં આવતા ૯ સ્થળેથી વીજ ચોરી ઝડપાઈ હતી.

હળવદ પંથકમાં થતી વીજ ચોરી અટકાવવા માટે પીજીવીસીએલ વિભાગ હરકતમાં આવ્યું છે થોડા દિવસ પહેલાં જ હળવદમાથી ૨૪ લાખની વીજચોરી ઝડપી લેવાઈ હતી. ત્યારે આજે જુદી જુદી ૧૭ ટીમોએ હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ચેકિંગ હાથ ધર્યું હતું જેમાં ૭ વાડી વિસ્તાર અને ૧૦૫ કોમર્શિયલ કનેક્શન ચેક કરવામાં આવ્યા હતા.

- text

જેમાં ૯ કોમર્શિયલ કનેક્શનમાં ગેરરીતિ ઝડપાઈ હતી. પીજીવીસીએલ દ્વારા વિજચોરી કરતાં શખ્સોને કુલ રૂપિયા ૧૦ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે અને આવનાર દિવસોમાં હજુ પણ ચેકીંગ ઝુંબેશ ચાલુ રાખવાના સંકેતો આપ્યા હતા.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text