મટકી ફોડ નહિ, તો વોટ નહિ!! મોરબીમાં રાતો-રાત બેનર લાગ્યા

- text


વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે હયાત સરકારને મામા કંસથી પણ વધારે ગણાવી

મોરબી : કોરોના મહામારીને લઈ રાજ્ય સરકારે જન્માષ્ટમી શોભાયાત્રામાં 200 લોકોની સિમિત હાજરીની છૂટ આપી મટકી ફોડની મનાઈ કરતા મોરબી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ ખુલીને સરકાર સામે આવ્યા છે અને શહેરમાં અનેક જગ્યાએ બેનર લગાવી સરકારને મામા કંસથી પણ વધુ ખરાબ ગણાવી મટકી ફોડ નહિ તો વોટ નહીના સૂત્રને વહેતુ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

આજરોજ કેન્દ્ર રાજ્ય સરકારની ગાઈડ લાઇનને અનુસંધાને મોરબી જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડી મટકી ફોડની મનાઈ ફરમાવતા મોરબી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના હોદેદારો અને કાર્યકર્તાઓમાં રોષની લાગણી પ્રસરી છે અને સાંજ સુધીમાં આ રોષ જાહેર બેનર લગાવવા સુધી પહોંચી ગયો છે.

ભારતીય જનતા પાર્ટી સાથે એક તાંતણે બંધાયેલ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે તમામ સેહ શરમ છોડી જાહેરમાં અનેક જગ્યાએ બેનરો લગાવ્યા છે જેમાં સાફ સાફ શબ્દોમાં જણાવાયું છે કે નેતાઓ જન આશીર્વાદ યોજે તો વાંધો નહિ અને આશીર્વાદ આપનાર એટલે કે ભગવાનની શોભાયાત્રામાં કોરોના નડે ? આ ઉપરાંત મટકી ફોડ નહિ તો વોટ નહિ ના સૂત્રો સાથેના બેનરો પણ અનેક જગ્યાએ લગાવવામાં આવતા જાહેર જનતાનો અવાજ બેનરમાં દેખાઈ રહ્યો છે.

- text

ઉલ્લેખનીય છે કે, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ મોરબી દ્વારા જન્માષ્ટમી પર્વને લઇ અનેક જગ્યાએ મટકી ફોડના આયોજન ઘડી કાઢ્યા હતા પરંતુ સરકાર દ્વારા મનાઈ ફરમાવામાં આવતા રોષ ભભૂકયો છે અને ક્યાં સુધી હિન્દૂ સમાજની લાગણીને સરકાર ઠેસ પહોંચાડતી રહેશે તેવા વેધક સવાલ ઉઠાવી હયાત સરકારને મામા કંસથી પણ બે જ ગણાવાતા નવા જુનીના સંકેતો મળી રહ્યા છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text