મોરબીમાં રહેણાંક મકાનમાં ધમધમતો જુગાર ઝડપાયો : 9 જુગારી ગિરફતમાં

- text


મોરબી સીટી એ ડિવિઝન પોલીસે મોચી શેરીમાં દરોડો પાડ્યો

મોરબી : મોરબી શહેરની મોચી શેરીમાં રહેણાંક મકાનમાં જુગાર રમાડાતો હોવાની બાતમીને આધારે સીટી એ ડિવિઝન પોલીસે દરોડો પાડી નવ જુગરીઓને રૂ.37,300ની રોકડ સાથે ઝડપી લીધા હતા.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસને બાતમી મળી હતી કે, મોચી શેરીમાં રહેતા વિશાલભાઇ ભરતભાઇ મકવાણા પોતાના રહેણાક મકાને બહારથી માણસો જુગાર રમાડે છે જે હકિકતને આધારે પોલીસે રેઇડ કરતા આરોપી વિશાલભાઇ ભરતભાઇ મકવાણા, રાકેશભાઇ બુધાભાઇ રાવ, તરૂણભાઇ નરશીભાઇ મારૂ, હીરાભાઇ બાબુભાઇ માંગુડા, કિશનભાઇ રમેશભાઇ કૈલા, હાર્દિકભાઇ ભરતભાઇ મકવાણા, વીજયભાઇ નાગજીભાઇ રાવ, અમીતભાઇ મનોજભાઇ રાતડીયા અને કુલદિપભાઇ ધીરૂભાઇ ચૌહાણ રોકડા રૂપિયા 37,300 સાથે ઝડપાઇ ગયા હતા.

- text

પોલીસે નવેય આરોપી વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. દરોડાની સફળ કામગીરી પો.ઇન્સ બી.પી.સોનારા, પો.હેડકોન્સ એમ.એમ.દેગામડીયા પો.કોન્સ ભાવેશભાઇ કાંટા, અરજણભાઇ ગરીયા, મયુરભાઇ ચાવડા તથા કિશનભાઇ ધરજીયા વગેરેએ કરી હતી.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text