હળવદમાં કેન્દ્રીય મંત્રી માટે રાતોરાત નવો રોડ બન્યો!!

- text


મતદારો માટે એક ખાડો પણ નહિ બુરનાર તંત્રએ કડીયાણાથી માથકના રોડનું તાબડતોબ કામ શરૂ કર્યું

હળવદ : મોરબી જિલ્લામાં વગર વરસાદે મોટાભાગના મુખ્ય માર્ગો હાલમાં ખાડા ખબડા યુક્ત બન્યા છે અને લોકો રજુઆત કરીને થાક્યા હોવા છતાં આવા બિસ્માર માર્ગો મરામત કરવા તંત્રને સૂઝતું નથી ત્યારે આવતીકાલે નવાનવેલા કેન્દ્રીય મંત્રી હળવદ તાલુકામાં જન આશીર્વાદ યાત્રા લઈને આવી રહ્યા હોય મતદારો માટે એક ખાડો પણ નહિ બુરનાર તંત્રએ કડીયાણાથી માથકના રોડનું તાબડતોબ કામ શરૂ કરતા લોકો હરખાયા છે અને કેન્દ્રીય મંત્રી બધા ગામોમાં આવે તેવું ઈચ્છી રહ્યા છે.

મોરબી જિલ્લાને અને સારા માર્ગો સાથે ગ્રહ મેળ ન હોય તેમ હજુ જેનું કામ પણ પૂરું નથી થયું એવા રાજકોટ મોરબી હાઇવે ઉપર થીગડાંના થર લાગી ગયા છે. તો બીજી તરફ હળવદ મોરબીને જોડતા રોડની પણ એવી હાલત છે કે, લોકોને અકસ્માત થવાની સાથે કાયમી કમરના દુઃખાવા થઇ જાય તેમ છે છતાં તંત્ર દ્વારા મુખ્ય માર્ગો રીપેર કરવાનું સૂઝતું નથી આ સંજોગોમાં ગ્રામ્ય માર્ગોની વાત જ થઇ શકે તેમ નથી.

દરમિયાન આવતીકાલે નવા નવા મંત્રી બનેલા મુંઝપરા હળવદ તાલુકામાં જન આશીર્વાદ મેળવવા યાત્રા લઈને આવી રહ્યા હોય મંત્રીશ્રીને રોદો ન લાગે અને કમરનો દુખાવો ન થાય તે માટે સરકારી બાબુઓ દ્વારા મંત્રી જ્યાંથી પસાર થવાના છે તેવા કડીયાણાથી માથક ગામને જોડતા રોડને તાબડતોબ ડામરથી મઢવાનુ કામ શરૂ કરી દીધું છે.

- text

તંત્રની આ ઝડપભેર કામગીરી જોતા હળવદ તાલુકાના તમામ ગામના લોકો મંત્રી આવે તો રોડ બનતો હોય મંત્રી મહોદય પોતાના ગામમાં પણ આવે તો કમસેકમ રોડ રસ્તા તો બને તેવી ચર્ચાઓ કરતા થયા છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text