ઘુનડા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ ભેટ અપાઈ

- text


મોરબી : મોરબીની ઘુનડા પ્રાથમિક શાળામાં આયોજિત ધ્વજવંદન કાર્યક્રમમાં કોરોના સંક્રમણ દરમ્યાન અવસાન પામેલ ગામના રહીશ સ્વ. ભગવાનજીભાઈ નરસીભાઈ બાવરવાના સ્મરણાર્થે તેમના પુત્ર કૌશિકભાઈ ભગવાનજીભાઈ બાવરવા અને તેમના પરિવારજનો તરફથી શાળામાં અભ્યાસ કરતા ઘોરણ ૧ અને ૨ ના ૭૫ જેટલા વિદ્યાર્થીઓના વાલીઓને રૂ. ૧૮,૦૦૦ ની શૈક્ષણિક કીટ કોવિડની ગાઈડલાઈન મુજબ આપવામાં આવી હતી. તેમજ ગ્રામજનો તરફથી રૂ. ૧,૦૦૦ નું અનુદાન શાળાને પ્રાપ્ત થતા કુલ રૂ. ૧૯,૦૦૦ નું અનુદાન શૈક્ષણિક વિકાસ માટે પ્રાપ્ત થયું હતું.

આ તકે શાળા પરિવાર દ્વારા દાતાનો આભાર વ્યક્ત કરી તેમની શૈક્ષણિક વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતાને બિરદાવવામાં આવી હતી. ધ્વજવંદન કાર્યક્રમ દરમ્યાન NMMS પરીક્ષામાં મોરબી જિલ્લામાં દ્વિતિય અને મોરબી તાલુકામાં પ્રથમ રહેલ શાળાની વિદ્યાર્થીની બરાસરા સ્વાતી હસમુખભાઈને સન્માનિત કરવામાં આવી હતી.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text