પોલીસને જોઈ જતાં બુટલેગર દારૂ ભરેલી કાર કેનાલમાં નાખી ભાગ્યો

- text


ચરાડવાથી ઈશ્વરનગર જવાના રસ્તે કારમાંથી 55 બાટલી દારૂ અને 24 બીયરના ટીન સહિત 2.73 લાખનો મુદ્દામાલ જપ્ત

હળવદ : ગત મોડીરાત્રીના હળવદ તાલુકાના ચરાડવાથી ઈશ્વરનગર જવાના રસ્તે ફિલ્મી દ્રશ્યો સર્જાય હતા.સ્વીફટ કારમા દારૂ અને બીયરનો જથ્થો લઈને જઈ રહેલો બુટલેગર પોલીસને જોઈ જતા પોતાની કાર કેનાલમાં નાખી નાસી છૂટયો હતો. પોલીસ કાર ચેક કરતા કારમાંથી 55 બોટલ વિદેશી દારૂ અને 24 બીયરના ટીન મળી આવતા પોલીસે કાર સહિત કુલ રૂપિયા 2,73,900નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

બનાવની હળવદ પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ પી.આઈ. પી.એ દેકાવાડીયાના માર્ગદર્શન હેઠળ ચરાડવા બીટ જમાદાર અરવિંદભાઈ ઝાપડીયા, મનસુખભાઈ અને વિનુભાઈ સહિતના પોલીસ જવાનો ગત મોડી રાત્રીના સાડા ત્રણ વાગ્યાની આસપાસ ચરાડવા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે અરસામાં ચરાડવાથી ઈશ્વરનગર જવાના રસ્તે એક શંકાસ્પદ હાલતમાં કાર પસાર થતા પોલીસ દ્વારા તેને અટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

- text

બીજી તરફ કારચાલક પોલીસને જોઇ જતા ઈશ્વરનગર તરફ ભાગ્યો હતો જેથી પોલીસ દ્વારા ફિલ્મી ઢબે કારનો પીછો કરતા કારચાલક ચરાડવાથી ઈશ્વરનગર જવાના રોડ પરથી પસાર થતી બ્રાહ્મણી ડેમની કેનાલમાં કાર નાખી ભાગી છૂટ્યો હતો. જેથી પોલીસ દ્વારા કારની તલાશી લેતા કારમાંથી 55 બોટલ ઈંગ્લીશ દારૂની કીંમત રૂ.16,500 અને 24 બીયરના ટીન કીંમત રૂ.2400 મળી આવ્યા હતા. જેથી પોલીસ દ્વારા સ્વીફટ કાર નંબર જી.જે 10-બીજી-1974 કીંમત રૂ.2.50લાખ મળી કુલ રૂપિયા 2,73,900નો મુદ્દામાલ જપ્ત કરી કારચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તેને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text