ફળિયામાં પાણીના ટાંકામાં ડૂબી જતાં દોઢ માસના માસૂમ બાળકનું મોત

- text


ટંકારા તાલુકાના વાઘગઢ ગામે કરુણ ઘટનાથી મૃતકના પરિવારમાં અરેરાટી

ટંકારા : ટંકારા તાલુકાના વાઘગઢ ગામે ફળિયાના ટાંકામાં દોઢ માસના માસૂમ બાળકનું ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ કરુણ બનાવથી મૃતકના પરિવારમાં અરેરાટી મચી ગઇ છે.

- text

આ બનાવની ટંકારા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર ટંકારા તાલુકાના વાઘગઢ ગામે રહેતા પરિવારનો દોઢ માસનો માસુમ પુત્ર જીયાન ચેતનભાઈ ફેફર ગઈકાલે તા.૧૧ ના સવારે સાડા નવથી પોણા દસેક વાગ્યા આસપાસ ફળિયામાં રમતો હતો. ત્યારે મોટા ફળીયામા આવેલા પાણીના ટાંકામા ડુબી જતા આ માસૂમ બાળકનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ બાદ હતભાગી બાળકના મૃતદેહને ટંકારાની સરકારી હોસ્પીટલમાં ખસેડાયો હતો. આ બનાવની જાણ થતાં ટંકારા પોલીસે આ બનાવની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text