જામ્યો.. જામ્યો.. શ્રાવણીયો જુગાર જામ્યો : મોરબી-વાંકાનેરમાં 13 ઝડપાયા

- text


પોલીસની સતત તવાઈ વચ્ચે પણ શ્રાવણીયા જુગારની બદી ફૂલીફાલી : લાખોની રોકડ જપ્ત

મોરબી : મોરબી જિલ્લામાં શ્રાવણીયા જુગાર ઉપર પોલીસની સતત તવાઈ વચ્ચે પણ શ્રાવણીયા જુગારની બદી ફૂલીફાલી છે. આથી પોલીસે કડક કાર્યવાહી ચાલુ રાખી ગઈકાલે મોરબી-વાંકાનેરમાં શ્રાવણીયા જુગાર પર દરોડા પાડી જુગાર રમતા 13 આરોપીઓને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે મોરબીના વાવડી રોડ, સોમૈયા સોસાયટી પાસે સતનામ કોમ્પ્લેક્ષમા દુકાનોની વચ્ચેના ભાગે આવેલ ખુલ્લી જાહેર જગ્યામા જુગાર રમતા ફીરોજભાઇ મહમદહુશેનભાઇ કોરમ, ભગવાનજીભાઇ ટીડાભાઇ ટોઇટા, ઘનશ્યામભાઇ ગગજીભાઇ ગોહિલ, હુશેનશા રોશનશા શાહમદાર, વાલજીભાઇ શામજીભાઇ કાંજીયા, ગોકળભાઇ વીશાભાઇ ટોટાને કુલ રોકડ રૂ. ૧૦,૨૦૦ સાથે ઝડપી લીધા હતા.

- text

જ્યારે મોરબી તાલુકા પોલીસ સ્ટાફે મોરબી તાલુકાના લખધીરનગર (નવાગામ) ગામની સીમમાં આવેલ વિલ્સન પોલીપેક કારખાનાની ઓરડીમાં શ્રમિક નાલ ઉઘરાવીને જુગાર રમાડતો હોવાની બાતમીના આધારે તે સ્થળે દરોડો પાડ્યો હતો અને ત્યાં જુગાર રમતા છોટુકુમાર ભોલાપ્રસાદ બીન, કિશોરભાઇ પ્રેમજીભાઇ પરમાર, કિશોરભાઇ વિરજીભાઇ શેરશીયાને રોકડ રૂ.૧,૨૦,૦૦૦ ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. તેમજ વાંકાનેર પોલીસે નવાપરા આર.કે નગર શેરી નંબર-૨ ના નાકે સ્ટ્રીટલાઈટના અંજવાળે જાહેરમાં જુગાર રમતા હાસમભાઈ સતારભાઈ કાબરા, પ્રકાશભાઈ રસીકભાઈ શંખેસરીયા, દેવજીભાઈ નાથાભાઈ સીતાપરા, મનસુખભાઈ ભગવાનજીભાઈ સતાપરાને રોકડા રૂ. ૧૮,૨૦૦ ના મુદામાલ સાથે ઝડપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text