સગીરાના અપહરણ કેસમાં ચાર માસથી ફરાર આરોપી ઝડપાયો

- text


મોરબી પેરોલ ફર્લો સ્કવોર્ડની ટીમે આરોપીને કેરેલાના ચિયાડા ગામ પાસેથી દબોચી લીધો

મોરબી : મોરબીમાં સગીરાના અપહરણ કેસમાં ચાર માસથી ફરાર આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે. જેમાં બાતમીના આધારે મોરબી પેરોલ ફર્લો સ્કવોર્ડની ટીમે આરોપીને કેરેલાના ચિયાડા ગામ પાસેથી દબોચી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

મોરબી જિલ્લામાં હાલ વિવિધ ગુન્હાઓ આચરીને ફરાર થઈ ગયેલા ભાગેડુ આરોપીઓને ઝડપી લેવાની પોલીસ દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે અને જિલ્લા પોલીસ વડા એસ.આર.ઓડેદરા તેમજ એલસીબી પીઆઇ વી.બી.જડેજાના માર્ગદર્શન હેઠળ મોરબી પેરોલ ફર્લો સ્કવોર્ડની ટીમ નાસતા ફરતા આરોપીઓને પકડી લેવા પ્રયત્નશીલ હતી. તે દરમિયાન મોરબી તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલા સ્ત્રી અત્યાચારના અપહરણ અને પોકસો એકટ હેઠળના ગુન્હામાં ચાર માસથી ફરાર આરોપીની ચોક્કસ બાતમી મળતા આ મોરબી પેરોલ ફર્લો સ્કવોર્ડની ટીમ આરોપી પ્રવીણજી સદાજી ચૌહાણ (ઉ.વ.20, રહે તીરથ, તા.વાવ, જી.બનાસકાંઠા, હાલ રહે. કેરેલાના ચિયાડા ગામ પાસે)ને કેરેલાના ચિયાડા ગામ પાસેથી ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text