મોરબીના સોખડા ગામના લોકોએ ઉત્સાહભેર રસીકરણ કરાવ્યું

- text


મોરબી : કોરોના સામે રક્ષણ આપતી કોરોના વેકસીન મુકવવામાં હવે લોકોમાં જાગૃતિ આવી છે ત્યારે મોરબીના નાના એવા સોખડા ગામના લોકોએ પોતાના સાત કામ પડતા મૂકી ઉત્સાહભેર રસીકરણ કરાવી અન્ય નાગરિકો માટે પ્રેરણા પુરી પાડી છે.

મોરબીમાં હાલ કોરોના રસીકરણ અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે પણ કેટલાક ગામ કે કેટલાક લોકો હજુ પણ વેકસિનથી દુર ભાગે છે. ત્યારે મોરબીના નાના એવા સોખડા ગામમાં લોકો ખેતીવાડીનું કામ છોડી કતારમાં ઉભા રહી 120 લોકોએ રસીકરણ કરાવી ખરા અર્થમાં રસિકરણ ઉત્સવ ઉજવી અન્ય લોકો માટે પ્રેરણા પુરી પાડેલ છે.

- text

સોખડા ગામના જાગૃત નાગરિકો દ્વારા આ તકે જિલ્લા આરોગ્ય સમિતિ ચેરમેન હીરાભાઈ ટમારિયા તેમજ જિલ્લા આરોગ્ય અધિકારી જે.એમ.કતીરા અને લોકોના આરોગ્ય માટે દેવદૂત સમાન તમામ ડોકટરનો ગ્રામજનોએ આભાર પ્રકટ કરેલ છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text