મોરબી-વાંકાનેરમાં શ્રાવણીયા જુગાર પર પોલીસની તવાઈ, 16 ઝડપાયા

- text


પોલીસે મોરબીમાંથી રોકડા રૂ.૨૫,૨૫૦ અને વાંકાનેરમાંથી રોકડા રૂ.૩૧,૪૦૦ કબ્જે

મોરબી : મોરબી જિલ્લામાં પોલીસે શ્રાવણીયા જુગાર પર તવાઈ બોલાવી મોરબી અને વાંકાનેરમાં શ્રાવણીયા જુગાર ઉપર દરોડા પાડી જુગાર રમતા 16 આરોપીઓને ઝડપી લીધા હતા અને પોલીસે મોરબીમાંથી રોકડા રૂ.૨૫,૨૫૦ અને વાંકાનેરમાંથી રોકડા રૂ.૩૧,૪૦૦ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવની મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર બી ડિવિઝન પોલીસ સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે મોરબીના ભવાની ચોક ગાયત્રી ફરસાણવાળી શેરીમાં જાહેરમા ગંજી પતાના પાના વડે પૈસાની હારજીતનો તીનપતીનો નશીબ આધારીત જુગાર આરોપીઓ સીરાજભાઇ હુશેનશાહ શાહમદાર, અબ્દુલભાઇ ઓસમાણભાઇ દરઝાદા, અહેમદભાઇ ઇબ્રાહમભાઇ બ્લોચ, ગુલામહુશેન ફીરોજભાઇ બ્લોચ, એજાજભાઇ મહેબુબભાઇ ચાનીયા, શબીરશાહ હુશેનશાહ શાહમદાર ફકીરને રોકડા રૂ.૨૫,૨૫૦ ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.

- text

જ્યારે વાંકાનેર પોલીસે ગઈકાલે બાતમીના આધારે વાંકાનેરના નવાપરા શંકર મંદીર સામે રોડ ઉપર સ્ટ્રીટલાઈટના અંજવાળે જાહેરમાં બેસી ગંજીપતાના પાનાવતી પૈસાની લેતી દેતી કરી તીનપતીનો હારજીતનો જુગાર રમતા આરોપીઓ વિશાલભાઈ વિનુભાઈ દલસાણીયા, દીનેશભાઈ કરશનભાઈ માણસુરીયા, મુકેશભાઈ રૂપાભાઈ દેકાવડીયા, વિશાલભાઈ ધીરૂભાઈ શંખેસ્વરીયા, ભરતભાઈ અરવિંદભાઈ વિંઝવાડીયા, સંજયભાઈ ભરતભાઈ દેગામા, હર્ષદકુમાર ધીરૂભાઈ છેટાણીયા, મહેશભાઈ કરશનભાઈ માણસુરીયા, અજયભાઈ પ્રેમજીભાઈ બાવરીયા, રામજીભાઈ શામજીભાઈ દેકાવડીયાને રોકડા રૂ.૩૧,૪૦૦ ના મુદામાલ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text