ઓવરબ્રિઝ સર્વિસ રોડના આડેધડ મરામત કામ વચ્ચે શનાળા બાયપાસે ટ્રાફિકજામ

- text


એકપણ વાહન ન નીકળી શકે તે હદે ટ્રાફિકજામ થતા અસંખ્ય વાહન ચાલકો ફસાયા

મોરબી : મોરબીના શનાળા બાયપાસ પાસે ટ્રાફિકજામની હૈયાહોળી સર્જાઈ હતી અને એકપણ વાહન ન નીકળી શકે તે હદે ટ્રાફિકજામ થતા અસંખ્ય વાહન ચાલકો ફસાયા હતા. વાહનોની લાંબી કતારો લાગી હતી. તેથી અનેક વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. આ ટ્રાફિક જામ થવા પાછળ સર્વિસ રોડનું આડેધડ રીપેરીંગ કરતા કોન્ટ્રાક્ટરની બેદરકારી જવાબદાર હોવાનું બહાર આવ્યું છે.

શનાળા બાયપાસ પાસે આજે સખત ટ્રાફિકજામ સર્જાયો હતો. ભક્તિનગર સર્કલ ઓવરબ્રિજ નિર્માણમાં સર્વિસ રોડ ડાયવર્જનમાં થુકના સાંધા કરવા આજે અચાનક કોન્ટ્રાક્ટરે કામ ચાલુ કરતા શનાળા ગામથી મોરબી સીટી અંદર પ્રવેશવાના માર્ગ ઉપર ટ્રાફિકજામ થયો હતો.

ટ્રાફિકજામ થવાથી અનેક લોકો ફસાયા હતા અને ખાસ્સો સમય સુધી વાહન વ્યવહાર એક્દમ કાચબા ગતિએ ચાલતા વાહનચાલકોને અવરજવર કરવામાં નાકે દમ આવી ગયો હતો.

- text

શનાળા બાયપાસ પાસે ટ્રાફિકજામ થવા પાછળનું મુખ્ય કારણ એ છે કે, શનાળાથી મોરબી સીટી તરફ આવતો વન-વે માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે જેના કારણે શનાળા બાયપાસથી શનાળા ગામ તરફના વન-વે માર્ગ ઉપર આવક-જાવક હાલ પૂરતી ચાલુ હોય આ એક માર્ગ ઉપર જ બન્ને તરફનો મોટો ટ્રાફિક ડાયવર્ટ થતા આ પરિસ્થિતિ સર્જાઈ હતી. તેથી સંબધિત તંત્ર અહીંયા ટ્રાફિકની સુચારુ વ્યવસ્થા ગોઠવે તેવી માંગ ઉઠી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text