ભોળિયાનાથનો વાજતે-ગાજતે વરઘોડો યોજી પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ

- text


હળવદના રણછોડગઢ ગામના યુવાને ભગવાન શંકરની સુંદર મૂર્તિનું સર્જન કરી શ્રાવણ માસના આજે પ્રથમ સોમવારે મંદિરમાં સ્થાપિત કરી

હળવદ : પવિત્ર શ્રાવણ માસ એટલે ભગવાનની શિવની ભક્તિ કરવાનો સુંદર અવસર ત્યારે આજથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થતાની સાથે જ શિવભક્તો શિવભક્તિમાં એકાકાર બની ગયા છે. હળવદના રણછોડગઢ ગામના શિવ ભક્ત યુવાને ભગવાન ભોળીયાનાથની સુંદર મજાની મૃર્તિનું સર્જન કર્યું હતું. એટલું જ નહી ગ્રામજનોએ શંકર ભગવાનની મૃર્તિનો ગામમાં વાજતે ગજતે વરઘોડો કાઢી પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.

- text

આજે શરૂ થયેલ પવિત્ર શ્રાવણ માસના પ્રથમ દિવસે હળવદ તાલુકાના રણછોડગઢ ગામે શિવ ભક્ત યુવાન દ્વારા ભગવાન શંકરની મૂર્તિનું સર્જન કરી ગામમાં વાજતે ગાજતે વરઘોડો કાઢી મૂર્તિને ગામમાં આવેલ શંકર ભગવાનના મંદિરે સ્થાપિત કરવામાં આવી હતી. ભગવાન શંકરની મૂર્તિ સાથે નીકળેલા વરઘોડામાં સમસ્ત ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા. આ પ્રસંગે ગામના સરપંચ લક્ષ્મણભાઈ, તાલુકા યુવા ભાજપ ઉપપ્રમુખ મહેશભાઈ, મુકેશભાઈ, શૈલેષભાઈ, ડાયાભાઈ સહિતનાઓ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

 


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text