ચેક રિટર્ન કેસમાં આરોપીને છ માસની સજા ફટકારતી વાંકાનેર કોર્ટ

- text


વાંકાનેર : વાંકાનેરના પીપળીયા અગાભી ગામના ખેડૂતે કુવાડવાના કોથમરીને વેપારીને મિત્રતાના દાવે હાથ ઉછીના આપેલ નાણાંના બદલામાં વેપારીએ આપેલ ચેક રિટર્ન થતા નિગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ વાંકાનેરની નામદાર કોર્ટમાં કરેલ કેસ ચાલી જતા અદાલતે વેપારીને છ માસની કેદની સજા ફટકારી પાંચ લાખની રકમ ત્રણ માસમાં ચૂકવી દેવા હુકમ કર્યો છે.

આ કેસની ટૂંકી હકીકત જોઈએ તો, વાંકાનેરના અગાભી પીપળીયા ગામે રહેતા રામદેવસિંહ ગંભીરસિંહ જાડેજાએ મિત્રતાના દાવે કુવાડવા ગામે રહેતા અને કોથમીર લે-વેચનો ધંધો કરતા અશ્વિનભાઈ ખોડાભાઈ દલસાણિયાને રૂ.5 લાખની રકમ હાથ ઉછીની આપતા અશ્વિનભાઈએ રૂ.5 લાખનો ચેક આપ્યો હતો. જે ચેક બેંકમાં અપૂરતા નાણાં ભંડોળને કારણે રિટર્ન થતા આરોપી અશ્વિનભાઈ વિરુદ્ધ રામદેવસિંહ જાડેજાએ નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ કોર્ટમાં ફરિયાદ કરી હતી.

- text

જે અંગેનો કેસ ચાલી જતા અદાલતે આરોપી અશ્વિનભાઈ દલસાણિયાને છ માસની સજા ફટકારી રૂ.5 લાખની રકમ ત્રણ માસમાં ચૂકવી દેવા અને જો રકમ ન ચૂકવે તો વધુ છ માસની કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે. આ કેસમાં ફરિયાદ પક્ષે એડવોકેટ વી.એ. ગોહિલ રોકાયા હતા.


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text