હળવદના ગોલાસણ ગામે 168 બોટલ દારૂ સાથે શખ્સ ઝડપાયો

- text


રહેણાંક મકાનમાં દારૂની દુકાન ચાલુ કરી હતી 

ભાગીદારનું નામ ખુલ્યું

હળવદ : હળવદ તાલુકાના ગોલાસણ ગામે સ્થાનિક પોલીસ દ્વારા બાતમીના આધારે રહેણાક મકાનમાં દરોડો પાડતા 168 બોટલ દારૂ સહિત ૫૦૪૦૦નો મુદ્દામાલ ઝડપી લઇ બે આરોપી વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. જ્યારે એક આરોપી હજુ પોલીસની પકડથી દૂર હોય જેને ઝડપી લેવા પોલીસે તપાસ આદરી છે.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ જીલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાની સુચનાઓ મુજબ નાયબ પોલીસ અધીક્ષક રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ જીલ્લામાં પ્રોહી., જુગાર જેવી પ્રવૃત્તિઓ સદંતર નાબુદ કરવા સુચનાઓ કરવામાં આવેલ હોય જે અંગે હળવદ પી.આઈ. પી.એ. દેકાવાડિયાએ આયોજન કરી સર્વેલન્સ કોડને સુચના આપતા વી.ટી શીહોરા, યોગેસદાન ગઢવી, જયપાસિંહ ઝાલા, ચંદુભાઈ ઈંદરિયા, મુમાભાઈ કલોત્રા, વિપુલભાઈ ભદ્રાડીયા સહિતનાઓ હળવદ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.

- text

આ અરસામાં મળેલ બાતમીના આધારે તાલુકાના ગોલાસણ ગામે જયેશ ઉર્ફે બુટીયો બહાદુરભાઇ રાતૈયા (રહે. ગોલાસણ)ના મકાનમાં રેઈડ કરતા ઇંગલિશ દારૂની બોટલો મળી આવી હતી. જેથી પોલીસ દ્વારા આરોપી જયેશ ઉર્ફે બુટીયાની અટકાયત કરી ૧૬૮ દારૂની બોટલો મળી રૂપિયા ૫૦,૪૦૦ નો મુદ્દામાલ ઝડપી લઈ હળવદ પોલીસ મથકે લઇ આવી સઘન તપાસ કરાતા આ દારૂના ધંધામાં અન્ય એક ભાગીદાર અજયભાઈ રૂડાભાઈનું પણ નામ ખૂલ્યું હતું. જેથી, પોલીસ દ્વારા બન્ને શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી અજય રૂડાને પકડવા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text