પોતાના ખર્ચ માટે મળતા પૈસામાંથી નિરાધારો માટે ભોજન સેવાયજ્ઞ ચાલવતી શ્રીમંત મહિલાઓ

- text


કોરોના કાળમાં રાત્રી દરમિયાન પણ જરૂરિયાતમંદો ભરપેટ ભોજન કરી શકે તે માટે ધૂન-ભજન કરતી 32 મહિલાઓએ ભોજન સેવાયજ્ઞ શરૂ કર્યો

મોરબી : કોરોના કાળ દરમિયાન ઘણા સેવાભાવી લોકો અને સ્વૈચ્છિક સંસ્થાઓએ જરૂરિયાતમંદોની અન્નક્ષેત્રો શરૂ કર્યા હતા. પણ માત્ર બપોરના સમયે જ ભોજન આપતું હોય રાત્રી દરમિયાન જરૂરિયાતમંદો શુ કરતા હશે? શુ રાત્રે ભૂખ્યા પેટે જ સુઈ જતા હશે? આવું વિચારીને જ મોરબીના શ્રીમંત પરિવારની 32 જેટલી મહિલાઓ જરૂરિયાતમંદોની વહારે આવી હતી અને સ્વખર્ચે જ ભોજન સેવાયજ્ઞ શરૂ કર્યો અને આ મહિલાઓ જાતે રોટલી, શાક સહિતની રસોઈ બનાવી તેમજ લાડુ સાથે ટિફિન બનાવીને શહેરના ગરીબ લોકોને નિયમિત રીતે પહોંચાડીને નિ:સ્વાર્થભાવે પુણ્યનું ભાથું બાંધી રહી છે.

મોરબીના પોશ વિસ્તાર ગણાતા રવાપર રોડ ઉપર બાપા સીતારામ ચોકની બાજુમાં ઉમિયા ચોકની પાસે આવેલ અનુપમ સોસાયટીમાં રહેતી શ્રીમંત પરિવારની આશરે 32 જેટલી મહિલાઓ ભેગા મળીને અગાઉ નિયમિત ઘુન ભજન કરીને ઈશ્વરની આરાધના કરતી હતી. ત્યારે આ મહીલાઓને કોરોના કાળ દરમિયાન શહેરમાં અંધ-અપગ કે નિરાધાર વ્યક્તિઓ પ્રત્યે અનુકંપા જાગી હતી. જેમાં આ મહિલાઓને વિચાર આવ્યો કે, બપોર દરમિયાન તો ઘણી બધી સંસ્થાઓ ગરીબો અને ભૂખ્યાને ભોજન આપવામાં આવે છે. પણ રાત્રે એ લોકો શુ કરતા હશે? શુ ભૂખ્યા પેટે જ સુઈ જવું પડતું હશે? આવું વિચારીને બધી.મહિલાઓએ ભેગા મળીને રાત્રી દરમિયાન પણ ગરીબો અને ભુખ્યાજનો ભરપેટ ભોજન કરી શકે તે માટે નિ:સ્વાર્થભાવે સેવાયજ્ઞ શરૂ કરવાનો દ્રઢ સંકલ્પ કર્યો અને એ સાથે જ શરૂ થયો ભોજન સેવાયજ્ઞ.

નિરાધાર સહિત તમામ જરૂરિયાતમંદોની જઠરાગ્નિ તુપ્ત કરવા માટે આ 32 મહિલાઓએ દરરોજ બપોર પછી એકઠી થઈ અને ચૂલા ઉપર રોટલી તેમજ સ્વાદિષ્ટ શાક સહિતની રસોઈ જાતે જ બનાવે છે. સાથેસાથે લાડવા ગાંઠિયા ઉમેરીને ટિફિન નિયમિત રીતે દરરોજ રાત્રે જરૂરિયાતમંદો પહોંચાડે છે. ટુકમાં સામાન્ય વ્યક્તિ ભરપેટ ભોજન કરી શકે તેવું એક ટાઇમનું ટિફિન આપવામાં આવે છે. જેમાં વજેપર, રેલવે સ્ટેશન તથા ઝૂંપટપટ્ટી વિસ્તારમાં અને રખડતા-ભટકતા નિરાધાર લોકોને રૂબરૂ જઈને રાત્રી ભોજન પહોંચાડે છે. આ મહિલાઓ દ્વારા દરરોજ 100 જેટલા ટીફીટ આપવામાં આવે છે.

- text

હજુ પણ આગામી સમયમાં ટિફિન વધી શકે એમ છે. જેમાં આ મહિલાઓ શહેરના મોટાભાગના વિસ્તારોમાં ટિફિન સેવા પહોંચાડે છે. જો કે આ મહિલાઓને દરરોજ પરિવાર પાસેથી પોતાના ખર્ચ માટે જે રૂપિયા મળે છે. તેનાથી જ આ સેવાયજ્ઞ ચલાવે છે. આમ આ શ્રીમંત પરિવારની મહિલાઓ કીટી પાર્ટી કે ખોટો દેખાડો કરીને માનવ સેવા એજ પ્રભુ સેવાને ખરા અર્થમાં સાર્થક કરી રહી છે.


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text