હળવદમાં કાલે રવિવારે શહેરી જનસુખાકારી કાર્યક્રમ સામે કોગ્રેસ ‘જન અધિકાર અભિયાન’ ચલાવશે

- text


શહેરના સરા નાકે યોજાશે કાર્યક્રમ: જિલ્લા કોંગ્રેસના અગ્રણીઓ સહિત કાર્યકર્તાઓ રહેશે હાજર

હળવદ : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના નેતૃત્વની રાજ્ય સરકારના પાંચ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે રાજયભરમાં “પાંચ વર્ષ આપણી સરકારના સૌના સાથેના સૌના વિકાસના” હેઠળ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જેની સામે પ્રદેશ કોંગ્રેસ દ્વારા વિરોધમાં કોંગ્રેસ જનસંપર્ક કાર્યક્રમની જાહેરાત કરી હતી ત્યારે આવતીકાલે ૮ ઓગસ્ટના રોજ ભાજપના જન સુખાકારી કાર્યક્રમ સામે કોંગ્રેસ હળવદમાં જન અધિકાર અભિયાન ચલાવશે.

વધુમાં જિલ્લા કોંગ્રેસના પ્રમુખએ માહિતી આપતા જણાવ્યું હતું કે ગુજરાતની ભાજપ સરકાર ૮ ઓગસ્ટના દિવસે “જન અઘિકાર દિવસ” ઉજવી પ્રજાને ગેરમાર્ગે દોરવા તાયફાઓ કરવાના છે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડાની સૂચના અનુસાર મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા “સંવેદનહીન સરકાર” સામે પ્રજાને મળતા અઘિકારને દબાવી પ્રજા પર દમન કરતી આ સરકારને લોકોના અઘિકારનું રક્ષણ કરવા અને પ્રજાને બંધારણે આપેલ અઘિકાર આપવા સરકાર નિષ્ફળ ગયેલ છે.

- text

ત્યારે પ્રજાને તમામ અઘિકાર મળે તે માટેના કાર્યક્રમનું આયોજન કરી ગુજરાતમાં પ્રજાને પોતામાં અઘિકાર મળે તેમ કરવા અણઆવડતને અહમી સરકારને જગાડવાના કાર્યક્રમનું આયોજન કરી સરકારની અણઆવડતને ખુલી પાડવા અને પ્રજાને પડતી મુશ્કેલી સામે સરકારને જગાડવવા અને પ્રજાના ટેક્સના પૈસે તાયફા કરી સરકાર પ્રજાનું અપમાન કરી રહેલ છે ત્યારે સરકારની પ્રજા વિરોધી નીતિને કારણે પ્રજાને મળતા અઘિકારથી દૂર રહી છે અને સરકાર પ્રજાને અપમાનિત કરી રહેલ છે. ત્યારે પ્રજાને અઘિકાર આપવામાં સરકાર નીષ્ફળતાઓનો વિરોધ દર્શાવવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

ભાજપના જનસુખાકારી સામે કોંગ્રેસ જન અધિકાર અભિયાન ચલાવશે. આ કાર્યક્રમનું આયોજન હળવદ શહેરના સરા નાકા ખાતે કરવામાં આવ્યું હોય જેમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓને મોટી સંખ્યામાં હાજર રહેવા અપીલ છે.

આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જયંતીભાઇ પટેલ, કાંતિભાઈ બાવરવા, કે.ડી. પરસુમીયા, ગોરધનભાઈ, ડો.લખમણભાઇ કણજરીયા, ડોક્ટર કે.એમ.રાણા, હેમાંગભાઈ રાવલ, મહિપાલસિંહ રાણા સહિતનાઓ હાજર રહેશે.

 


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text