વાવડી રોડ ઉપરથી 96 બોટલ દારૂ સાથે એક ઝડપાયો

- text


દારૂ સપ્લાય કરનાર શખ્સનું નામ ખુલ્યું 

સીટી એ-ડિવિઝન પોલીસે 36 હજારનો વિદેશી દારૂ કબ્જે કર્યો

મોરબી : મોરબી શહેરના વાવડીરોડ ઉપર કબીર આશ્રમ પાછળ વિદેશી દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો હોવાની બાતમીને આધારે સીટી એ ડિવિઝન પોલીસે દરોડો પાડી દારૂ સગેવગે કરી રહેલા શખ્સને 96 બોટલ સાથે ઝડપી લઈ દારૂનો જથ્થો સપ્લાય કરનારનું નામ ખોલવામાં સફળતા મેળવી છે.

મોરબી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન હેડ કોન્સ્ટેબલ સંજયભાઈ બાલાસરા અને કોન્સ્ટેબલ ચકુભાઇ કરોતરાને બાતમી મળી હતી કે, વાવડીરોડ પર આવેલ કબીર આશ્રમ પાછળ કેનાલની બાજુમાં બાવળની કાંટમાં વિદેશીદારૂનો જથ્થો સગેવગે થઇ રહ્યો છે. જેને પગલે ઉપરોક્ત સ્થળે દરોડો પાડતા આરોપી મકબુલ મહેબૂબભાઈ દલવાણી (ઉ.વ.22, રહે. ન્યુ જનક સોસાયટી, પંચાસર રોડ, મોરબી) મેકડોવેલ નંબર વન વ્હીસકીની બોટલ નંગ 96 કિંમત રૂ. 36,000 સાથે રંગે હાથ ઝડપી લેવામાં આવ્યો હતો.

- text

વધુમાં આરોપીની પ્રાથમિક પૂછપરછમાં દારૂનો આ જથ્થો દક્ષ અનિલભાઈ સોમૈયા (રહે. ગાયત્રીનગર, વાવડી રોડ)એ વેચાણ માટે આપ્યો હોવાની કબૂલાત આપતા પોલીસે દક્ષ સોમૈયાને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરી આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text